________________
૩૯૪
શ્રી વિજ્યપદ્યસૂરિકૃતમામાને ઘેરથી ચાલી નીકળે. પછી તે વિચારવા લાગ્યું કે મારા કુરૂપપણાને ધિક્કાર થાઓ. કારણ કે સાત કન્યાઓમાંથી કેઈએ પણ મને પસંદ કર્યો નહિ. મરવાની ઈચ્છાથી તે વનમાં ગયે. ત્યાં રહેલા એક મુનિને જોઈને પ્રીતિપૂર્વક નમસ્કાર કર્યો. જ્ઞાનથી તેની મરવાની ઈચ્છા જાણીને મુનિએ તેને કહ્યું કે પૂર્વે કરેલા કર્મોનું ફળ દરેક જીવને જોગવવું પડે છે. પુણ્ય કરનારને સંપત્તિ મળે છે. મુનિના વચનથી બોધ પામીને નંદિષેણે ચારિત્ર ગ્રહણ કર્યું અને એ અભિગ્રહ ધારણ કર્યો કે મારે છઠને પારણે છઠ કરે. અને સર્વે સાધુઓને ભક્ત પાનાદિક લાવી આપીને તેમજ ઔષધાદિથી વૈયાવૃત્ય કરીને પછીથી પારણું કરવું.
એક વાર ઇન્દ્ર નંદિષણની દઢતાની પ્રશંસા કરી, તે નહિ માનતે એક દેવ તેમની પરીક્ષા કરવા આવે. પરીક્ષામાં ઘણી રીતે વિડંબના કરી પરંતુ મુનિ જરા પણ ગુસ્સે થયા નહિ. ત્યારે દેવે પ્રગટ થઈને મુનિની સ્તુતિ કરી પછી સ્વસ્થાને ગયે. નંદિ મુનિએ બાર હજાર વર્ષ ઉગ્ર તપ કર્યું અંતે અનશન કરીને પિતાના દુર્ભાગ્યનું સ્મરણ કરીને એવું નિયાણું કર્યું કે આ તપના પ્રભાવથી હું સ્ત્રીઓને વલ્લભ થાઉં. ત્યાર પછી કાળ કરીને તે મહામુક દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી શૌરીપુર નગરના રાજા અન્ધકવૃષ્ણિના વસુદેવ નામે દશમાં પુત્ર થયા. પૂર્વે કરેલા તપના પ્રભાવથી ગુણવાળા તથા સુન્દર કાન્તિવાળા થયા. પૂર્વે કરેલા નિયાણને લીધે તેમનું એવું આકર્ષક રૂપ હતું કે જેથી