________________
શી કપૂરપ્રકરસ્પષ્ટાથષ્ટિ
૩૯૩ છે કે નંદિષેણ નામને બ્રાહ્મણ જે ઘરમાં તેમજ નગરમાં પણ દુર્ભાગી હતું અને જેમણે ઘરને તથા ગામને ત્યાગ કરીને સાધુ મહારાજ પાસે દીક્ષા લીધી અને ત્યાર પછી તપ કરીને અનેક પ્રકારનાં પૂર્વ કર્મને નાશ કર્યો અને અનેક લબ્ધિઓ મેળવી. વ્રતમાં પણ શમતામાં તથા તપમાં એવી આસકિત રાખી કે જેથી મનુષ્ય તેમજ દેવલોકમાં પણ વંદનીય થયા. આ બાબતમાં ઉદાહરણ આપતાં કવિશ્રી જણાવે છે કે માટીને કા ઘડે હોય તે છતાં પણ તે જ્યારે સૂર્યના તાપથી તપીને અગ્નિમાં તપાવાય છે ત્યારે તેજસ્વી થાય છે તેવી રીતે કાચા ઘડા સમાન દુર્ભાગી જીવ પણ તપ રૂપી અગ્નિને તાપથી તપે છે ત્યારે તે પણ કાન્તિવાળ થાય છે. આ પ્રમાણે તપનું માહાસ્ય જાણીને તપમાં ઉદ્યમવાળા થાઓ. ૮૭.
નંદિની કથા નન્દિ ગામમાં કઈ અતિ દુઃખી બ્રાહ્મણ હતો. તેને સિમિલા નામે સ્ત્રી હતી. તેમને નન્દિષેણ નામે પુત્ર થયે. તેની બાલ્યાવસ્થામાં તેના માબાપ મરણ પામ્યા. તે ઘણે કુરૂપવાળે હેવાથી સ્વજનેએ પણ તેને ત્યાગ કર્યો. તેને મામે તેને પિતાને ઘેર લઈ ગયે. ત્યાં મામાના ઘરનાં કાર્યો કરતે સુખે રહેવા લાગ્યું. હવે તે જુવાન થયે ત્યારે તેણે મામાને પિતાને પરણવાનો વિચાર જણાવ્યું. મામાએ કહ્યું કે મારે સાત કન્યાઓ છે તેમાંથી એક તને આપીશ. પિતાને આ અભિપ્રાય જાણીને તે કન્યાઓએ કહ્યું કે અમે અગ્નિમાં પ્રવેશ કરીએ પણ આની સાથે પરણશું નહિ. તેથી મામાએ તેને કહ્યું કે હવે હું શું કરું? તેથી તે નદિષણ