________________
શ્રી કપૂરપ્રકરસ્પષ્ટાથદિક
૩૯૧ કો. તેમાં મુનિએ તે પૂર્વ ભવમાં સૌધર્મ દેવલોકમાં દેવ હતો. અને તે પહેલાના ભાવમાં ભવદત્ત નામે હતા અને નવી પરણેલી નાગિલા નામની અર્ધ શણગારેલી ભાયોને છોડીને ભવદેવ નામના તેના મોટાભાઈ જેમણે દીક્ષા લીધી હતી તેમની સાથે ઉપાશ્રયે જઈને મુનિઓના મર્મના વચ નથી ભાઈનું માન રાખવા ખાતર દીક્ષા લીધી હતી. પરંતુ મન નાગિલા પાસે હતું. મેટાભાઈના મરણ પર્યત ચારિત્રનું પાલન કર્યું. પરંતુ ભાઈ દેવલેકે ગયા પછી સાધુના દ્રવ્યલિંગને ધારણ કરતા સાધુઓને કહ્યા સિવાય પિતાને ગામ આવ્યા. અનેવગે નાગિલા તેમને વન્દન કરવા ગઈ. અને મુનિને પિતાને લીધે પતિત પરિણામી જેઈને ઉપદેશ આપીને ચારિત્રમાં સ્થિર કર્યા. તેથી તે ભવદત્ત મુનિ ગુરૂ પાસે પાછા ગયા અને આલેયણા લઈને શુદ્ધ ચારિત્ર પાળીને દેવલોકમાં ગયા.
આ પ્રમાણે મુનિએ પોતાને પૂર્વભવ કહ્યો તે સાંભળીને વ્રતની ઈચ્છાવાળા તેમણે માબાપની રજા માગી. પરંતુ માબાપે રજા નહિ આપવાથી ભેજન કર્યા સિવાય પૌષધાગારમાં જઈ ભાવયતિપણે રહ્યા. રાજાની આજ્ઞાથી દઢ ધમી શ્રાવકે કુમારને સમજાવીને છઠ્ઠનું આયંબિલ વડે પારણું કરાવ્યું. એ પ્રમાણે તે શિવકુમાર બાર વર્ષ સુધી છઠ્ઠના પારણે આયંબિલથી પારણું કર્યું. અંતે મરણ પામીને પાંચમા બ્રહ્મ દેવલોકમાં મહા તેજસ્વી ઉત્તમ શરીરવાળા બીજા દેવથી મહા પ્રતાપી વિદ્યમાલી નામે દેવ થયા. ત્યાંથી ચવીને તે જ બૂસ્વામી થઈને મોક્ષે ગયા. એ પ્રમાણે તપને પ્રભાવ જાણવો.
છે ઈતિ શિવકુમાર કથા |