________________
E
૩૯૦
શ્રી વિજ્યપદ્યસૂરિજીકૃતખ્યાતિ અથવા મેટાઈને પામે છે તથા ઉત્તમ મૂતિને અથવા ઉત્તમ શરીરને ધારણ કરનારે થાય છે. કારણ કે તપને એવો પ્રભાવ જ છે કે જેથી ઉપર કહેલા ગુણે પ્રાપ્ત થાય તેમાં નવાઈ નથી. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં કહે છે કે અગ્નિના મહા તાપથી તપેલું સુવર્ણ શું તેજસ્વી વર્ણવાળું થતું નથી? અથવા તે જેમ સેનાને અગ્નિના મહાતાપ વડે તપાવવામાં આવે તો તે વધારે તેજસ્વી વર્ણવાળું થાય છે તેવી રીતે આત્મા તપ વડે તપાવવામાં આવે તો તે આત્મા પણ તેજસ્વી થાય છે. અને તેથી જ સોનાને સર્વ ધાતુઓમાં શિરોમણિ પદ મળે છે. અને તેના તે તેજસ્વી ગુણને લીધે જ શજાના મુગુટપણાને પામે છે. કારણ કે રાજાને મુગટ પણ કાંચનને બનાવાય છે અને તે કાંચન સોનાને ખૂબ તપાવીને તેને તદન શુદ્ધ બનાવીને તેમાંથી બનાવાય છે. ૮૬
શિવકુમારની કથા - આ ભરત ક્ષેત્રમાં વીતશેકા નામની નગરીના શ્રીપદ્યરથ નામના રાજાની વનમાલા રાણીને શિવકુમાર નામે પુત્ર હતે. તે અનુક્રમે મટે છે. એક વખત કેઈક સાર્થવાહના ઘરમાં ભિક્ષાને માટે આવેલા સાગર નામના મુનિને ગવાક્ષમાં રહેલા શિવકુમારે જેયા. મુનિને જોઈને હષિત થયેલા પ્રસન્ન ચિત્તવાળા કુમારે મુનિને વંદન કર્યું. મુનિની દેશના સાંભળીને તે શિવકુમારે મુનિને પૂછયું કે હે સુનિરાજ! થોડા જ સંગથી મારું ચિત્ત તમારા ઉપર નેહવાળું શાથી થાય છે. ત્યારે જ્ઞાની મુનિએ તેને પૂર્વ ભવ