________________
શ્રી કપૂરપ્રકરસ્પાર્ધાદિક
૩૮૩ નીકના સનિકેએ ચમ્પા નગરીને મરજી મુજબ લુંટી. તે વખતે એક ઉંટવાળાએ વસુમતી સાથે ધારિને પકડી. ત્યાર પછી તે ઉંટવાળ કૌશામ્બી નગરીમાં આવ્યું. ધારિણીને મારી સ્ત્રી બનાવીશ અને વસુમતીને વેચીશ એ પ્રમાણે તે ઉંટવાળાના કહેવાથી ધારિણી હૃદય ફૂટવાથી મરણ પામી અને વસુમતીને ધનાવહ નામે શેઠે વેચાતી લીધી. પછી શેઠ તેને પોતાને ઘેર લાવ્યા. તે વસુમતીએ પિતાના વિનયાદિક ગુણોથી લોકોને વશ ક્ય, તેથી લેકે ચન્દન સમાન તેની શાંત પ્રકૃતિથી ચંદનબાલા નામથી બોલાવવા લાગ્યા. - એક વાર બપોરે ધનાવહ શેઠ ઘેર આવ્યા. તે વખતે પગ ધનાર નહિ હેવાથી ચન્દનબાલાએ પાણી લાવીને આપ્યું. અને શેઠે ના કહ્યા છતાં પગ ધોવા લાગી. તે વખતે વાંકી વળેલી ચન્દનાના કેશપાશ કાદવમાં બગડે નહિ તેથી શેઠે હાથ વડે ઝાલી રાખ્યા. આ સ્થિતિ બારીએ ઉભેલી શેઠની પત્ની મૂલાએ જોઈ તેથી તેણી વિચારવા લાગી કે મેં આને ઘરમાં રાખી તે નથી કર્યું. રૂપવાળી આને શેઠ પરણશે તો મારે ભાવ પૂછાશે નહિ. માટે આને પ્રથમથી ઉપાય કરું એમ વિચારો શેઠ બહાર ગયા ત્યારે હજામને બોલાવી ચન્દનબાલાના વાળ મુંડાવી નાખ્યા. પગમાં બેડી નાખીને અન્ય ઘરમાં સંતાડી. અને નેકરેને શેઠને આ હકીકત કહેવાનો નિષેધ . શેઠ ખાવા આવ્યા ત્યારે ચન્દના ક્યાં છે એમ પૂછયું ત્યારે મૂલાના ભયથી કેઈ કાંઈ બોલ્યું નહિ. શેઠ સમજ્યા કે કઈ ઠેકાણે રમતી હશે. બીજે દિવસે પૂછ્યું ત્યારે એક વૃદ્ધ દાસીએ તેને કેદખાનામાં