________________
-
: ૩૮૨
શ્રી વિજયપવસૂરિકૃતજેવા તેવા એટલે ટાઢા અડદના બાકળા વહોરાવ્યા તે પણ તેનું તરત ફળ મળ્યું, કારણકે તે વખતે દાનના પ્રભાવથી સાડાબાર કોડ સુવર્ણની વૃષ્ટિ થઈ. તેમજ તેના પ્રભાવથી પરલેકમાં મોક્ષ રૂપી ફળની પ્રાપ્તિ થઈ. માટે દ્રવ્યની મુખ્યતા નથી. પણ સુપાત્રની મુખ્યતા છે. દ્રવ્યની મુખ્યતા નથી તે જણાવતાં કહે છે કે સુંદર એવું દ્રવ્ય હેય પરંતુ તે જે કુપાત્રને વિષે આપવામાં આવે તો તે ફળદાયી થતું નથી. આ બંનેને દષ્ટાન્તપૂર્વક સમજાવતાં કવિશ્રી કહે છે કે સમુદ્રનું પાણી જે કે અસાર છે એટલે ખારૂં છે તેથી પીવાના કામમાં આવતું નથી, પરંતુ જ્યારે તેજ જલ મેઘને વિષે જાય છે અથવા મેઘ રૂપે થાય છે ત્યારે તે અમૃત તુલ્ય એટલે મીઠું અથવા પીવા લાયક થાય છે. એવી રીતે સુપાત્રને વિષે જાણવું. અહીં સુપાત્ર સમાન મેઘ જાણ અને આપવા લાયક દ્રવ્ય તે સમુદ્રનું ખારું પાણી જાણવું. ઉલટું દષ્ટાન્ત આપતાં જણાવે છે કે દૂધ જે કે મધુર છે છતાં પણ જે તે કુપાત્ર સરખા સપના મુખને વિષે જાય તે તે ઝેર રૂપ થઈ જાય છે, તેવી જ રીતે કુપાત્રને વિષે આપેલું સારું દ્રવ્ય તે પણ ફળ આપનારૂં થતું નથી. ૮૩
ચનલાની કથાચમ્પા નગરીમાં દધિવાહન નામના રાજાની ધારિણી નામે રાણી હતી અને તેમને વસુમતી નામે પુત્રી હતી. કૌશામ્બી નગરીના શતાનીક નામે રાજાએ તે દધિવાહન રાજા ઉપર ચઢાઈ કરી. રાજા નાશી ગયે. તે વખતે શતા