________________
શ્રીપૂરપ્રકરસ્પષ્ટાથદિર
૩૮૭ આવે તોપણ લેશ માત્ર ચલાયમાન થતા નથી. સ્થૂલભદ્ર મુનિ જેઓ દીક્ષા લીધા પહેલાં કેશા નામની વેશ્યાને ત્યાં બાર વર્ષ રહ્યા હતા અને જેને સ્થૂલભદ્ર ઉપર ઘણો રાગ હત, તે સ્થૂલભદ્ર મુનિએ મંત્રીપદને ત્યાગ કરીને સંભૂતિ મુનિ પાસે દીક્ષા લીધી હતી. તેઓ ગુરૂની આજ્ઞા લઈને કેશાને ત્યાં ચોમાસું રહેવા આવ્યા. તે વખતે શરૂઆતમાં કેશાએ મુનિરાજને ચલાયમાન કરવા માટે અનેક જાતિના પ્રયત્ન કર્યો, તે છતાં સ્થૂલિભદ્ર મુનિ જરા પણ ચલાયમાન થયા નહિ. છેવટે કેશાએ મુનિ પાસેથી શ્રાવક ધર્મ જાણીને તે ગ્રહણ કર્યો. માટે જણાવવાનું કે ધીર પુરૂષો તો તેવા પ્રસંગેમાં પણ પોતાના શીલનું રક્ષણ કરે છે. અહીં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે પત્થર જેવો કઠણ પદાર્થ અગ્નિને લીધે ચૂર્ણ બની જાય છે, તેમજ લોઢા જેવી ધાતુ પણ અગ્નિના આકરા તાપ આગળ ઓગળી જાય છે. પરંતુ વેડૂર્ય રત્ન ગમે તે અગ્નિને તાપ હોય તે પણ ઓગળતું નથી. માટે ધીર પુરૂષ વૈડૂર્ય રત્ન સમાન જાણવા અને પત્થર તથા લેઢા સમાન ચપળ ચિત્તવાળા પુરૂષો જાણવા. અહીં શ્રીસ્થલીભદ્રનું દૃષ્ટાન્ત વિશેષ જાણીતું હોવાથી આપવામાં આવ્યું નથી. ૮૪ - અવતરણ –આ કાવ્યમાં પણ સુશીલ લેકની પ્રશંસા દ્વારા ઉપદેશ કહે છે
(વસંતતિoોત્તમ્) सद्रूपयौवनगुणागतसानुराग
- વિરાત્તતનયાનો વમેવતા