________________
શ્રીકપૂરપ્રક્રસ્પષ્ટાથદિ:
૩૪૧ હવે સાધુઓને તે સુભદ્રાને ત્યાં વહેરવાને આવતાં જતાં જોઈને દુષ્ટ સાસુ પુત્રને કહેવા લાગી કે હે પુત્ર! તારી સ્ત્રી એકાંતમાં સાધુઓ સાથે કીડા કરે છે. ત્યારે બુદ્ધદતે કહ્યું કે હે માતા! તમારું કહેવું સાચું નથી. તે સતી છે, તેથી પિતાના સતીપણાને કલ્પાંતે પણ ત્યાગ કરે જ નહિ. એ પ્રમાણે કહીને માતાનું વચન માન્યું નહિ.
એ પ્રમાણે દુષ્ટ આશયવાળી તેની સાસુ તથા નણંદે તેનાં છિદ્રો જોયા કરે છે. એક વાર કેઈક મુમુક્ષુ સાધુ સુભદ્રાને ત્યાં રહેવા આવ્યા. તે વખતે વાયરાથી ઉડીને મુનિની આંખમાં તણખલું પડ્યું. તે સાધુને પીડા કરનારું તે તણખલું જોઈને સુભદ્રાએ પોતાની જીભ વડે દૂર કર્યું. . તે કાઢતાં સુભદ્રાના કપાળનો ચાંલ્લે સાધુના કપાળે લાગે, પરંતુ તે બંનેએ તે જાણ્યું નહિ. તેવું સાધુનું કપાલ જોઈને સાસુએ બુદ્ધદાસને કહ્યું કે આ સતી સ્ત્રીને જુઓ. તે પણ નિશાની જેઈ સુભદ્રાને વ્યભિચારિણી માનીને તેને વિષે વિરક્ત થયા.
હવે સુભદ્રાએ પતિને સ્નેહ રહિત જોઈને પિતે કલંક: રહિત છતાં કલંક વડે ખિન્ન થઈને વિચાર્યું કે મને આ કલંક જેટલી પીડા કરતું નથી તેથી અધિક પીડા નિર્મળ જિનશાસનની હેલના થવાથી થાય છે. આ પ્રમાણે વિચારી પિતાના ઘરમાં સાંજે પ્રભુની પૂજા કરીને એ અભિગ્રહ ધારણ કર્યો કે જ્યાં સુધી જિનેશ્વરના શાસનની હેલના ઘર ન થાય ત્યાં સુધી આ કાઉસગ્ગ હું પારીશ નહિ. એ પ્રમાણે જિનશાસન દેવને ઉદ્દેશીને તેણે કાઉસગ્ન કર્યો. કાઉસગ્નમાં