________________
શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ:
૩૪૫
રાજ્યાદિ જાણવાં. શાસ્ત્રીય દષ્ટાન્ત આપતાં જણાવે છે કે શ્રીજિનેશ્વરની પૂજાથી શ્રેણિક રાજા વગેરેને તીર્થકરપણાની પ્રાપ્તિ થવાની છે. અહીં વ્યાવહારિક ઉદાહરણ આપે છે કે જેમ માટીને પિંડ છે તેને ચક વગેરે એટલે ચક, દંડ, કુંભાર, દેરડી એ સઘળાં એકઠાં મળીને કલશપણાની અથવા કુંભપણની પ્રાપ્તિ કરાવે છે. તેમ અહીં ચક્રાદિ જેવી જિનપાદ પૂજા જાણવી, કલપણાની જેવું જિનપણું વગેરે જાણવું. અને પૂજા કરનાર માટીના પિંડ જેવા જાણવા. આ રીતે શ્રોજિનપૂજાનું ફળ જાણીને ભવ્ય એ પરમ ઉલ્લાસથી પ્રભુપૂજા કરી મેક્ષનાં સુખ મેળવવાં.
| શ્રી શ્રેણિક રાજાની કથા છે
ભરતક્ષેત્રમાં મગધ દેશમાં રાજગૃહ નામે નગર હતું. ત્યા શ્રેણિક નામે મહા પરાક્રમી રાજા હતો. એક વાર ત્યાં ચરમ તીર્થકર શ્રી વીર પ્રભુ સમોસર્યા. તે વખતે શ્રેણિક રાજા પરિવાર સાથે પ્રભુને વંદન કરવા ગયા. પ્રભુની દેશના સાંભળીને શુદ્ધ આશયવાળા તેણે કહ્યું કે હે પ્રભુ! વિરતિ, વગેરે અંગીકાર કરવાને હું સમર્થ નથી, પરંતુ મારા ઉપર પ્રસન્ન થઈને એવું પુણ્ય કીર્ય જણાવો કે જેથી આ સંસાર સમુદ્ર સુખે તરી શકાય. ત્યારે પ્રભુએ કહ્યું કે હે રાજા ! સાવધાનપણે સાંભળો. જિનેશ્વરની પૂજા કલ્પવલ્લીની જેમ મનુષ્યને તમામ ઈચ્છિત આપે છે. તે સાંભળીને રાજાએ પ્રભુ આગલ અભિગ્રહ લીધે કે મારે હંમેશાં જિનરાજના ચરણ કમલની પૂજા કરવી. અને રત્ન તથા સુવર્ણના ૧૦૮ યો (અક્ષત) વડે પ્રભુની આગળ દરરેજ સાથીઓ કરે.