________________
૩૫૬
શ્રીવિજયસૂરિકૃતગંગા નદીમાં કાદવ કયાંથી હોય? અને ઈશ્વરના મસ્તકમાં રહેલા ચંદ્રમાં કલંક કયાંથી હોય? અર્થાત્ નજ હોય. ૭૭ - સ્પષ્ટાથ –ચાલુ નય દ્વારના વર્ણન કરવાના પ્રસંગે ન્યાયનું માહાભ્ય જણાવતાં કવિરાજ જણાવે છે કે ઉત્તમ પુરૂષોના મનમાં ન્યાય જ રહેલે હોય છે. અથવા જેમના મનમાં ન્યાય ધર્મ રહેલે હેાય તે ઉત્તમ પુરૂષ કહેવાય. ન્યાય સંબંધી દષ્ટાન આપતાં કવિરાજ જણાવે છે કે બ્રહ્મદત્ત નામના બારમા ચક્રવર્તીએ પોતાના દેશને વિષે પરસ્ત્રી લંપટપણું તથા ચેરીને નિષેધ કરાવ્યો હતો. કારણ કે તેમણે દેવના વરદાનની લબ્ધિથી ન્યાય માટે આ પ્રમાણે કર્યું હતું. આ વિષયમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે ગંગાનદીમાં કાદવ કયાંથી હોય? અથવા ગંગા નદીમાં કાદવ હતો નથી. તેવી રીતે ઉત્તમ પુરૂમાં અન્યાય કયાંથી હોય ? અથવા ઉત્તમ પુરૂષોમાં અન્યાય હોતો નથી. તેમજ ઈશ્વર, એટલે શંભુ અથવા મહાદેવના મસ્તકને વિષે રહેલા ચંદ્રને વિષે કલંક ક્યાંથી હોય એટલે મહાદેવના મસ્તક ઉપર રહેલા ચંદ્રને વિષે કલંક હેતું નથી તેવી રીતે ઉત્તમ પુરૂષોના મનમાં અન્યાય રૂપી કલંક હોતું નથી. ” - બ્રહ્મદત્ત ચક્રવર્તીની ટૂંક બીના આ પ્રમાણે – . - બ્રહ્મદત્ત નામને બાર ચકવર્તી હતી. તે એક વખત વસંત ઋતુમાં ઉદ્યાનમાં ગયા હતા. તે વખતે એક સુંદર નાગ કન્યાને કેઈક મનુષ્ય સાથે વિષયક્રીડા કરતી જોઈને આ અન્યાય છે એવું વિચારી કે પાયમાન થઈને ચાબુકના