________________
૩૬૨
શ્રીવિજયપદ્યસૂરિકૃતનદીનો પ્રવાહ ઉખાડતે ઝટ તેહ ઊંચા ઝાડને, નેતર નમેલા ના ઉખાડે સેવજે નિત વિનયને ફિલ ભારથી નીચા નમેલા આમ્ર તરૂને જોઈને, હે જીવ!ધરજે નમ્રતા ભૂલીશ ના ગુરૂ વિનયને. ૨
કાર્થ–મનુષ્ય તે શું? વિનય તજી દેનાર દેવ પણ હાનિ સહિત પરાભવને પામે છે. વૃદ્ધકર નામે યક્ષ (અવિનયથી) આર્ય ખપટાચાર્ય વડે શું શિક્ષા પામ્યું નથી? અથવા નમુચિ પ્રધાન વિષ્ણુકુમારથી મૃત્યુ પામીને દુર્ગતિમાં ગયે નથી? દષ્ટાન્ત કહે છે કે નદીને પ્રવાહ ઉંચા વૃક્ષને પાડી નાખે છે. (ઉખેડી નાખે છે, પરંતુ નમ્ર એવા નેતરના વૃક્ષને ઉખાડતો નથી. ૭૯
સ્પષ્ટાર્થ–કવિશ્રી અવિનય કરનારની દુર્દશા તથા દુર્ગતિ થાય છે તે જણાવતાં કહે છે કે તથા પ્રકારના સામઐથી રહિત હોવાથી મનુષ્યની તો વાત જ શી? એટલે વિનય તજનાર મનુષ્યની દુર્દશા થાય તેમાં તે કહેવું જ શું? પરંતુ શક્તિવંત દેવ પણ વિનયને જે ત્યાગ કરે તે હાનિ એટલે ક્ષય સહિત પરાભવનું સ્થાન બને છે. એટલે વિનયને ત્યાગ કરનાર શક્તિશાળી દેવ હોય તે છતાં પણ તેને હાનિ પૂર્વક પરાભવ થાય છે. માટે વિનયને ત્યાગ કરીને દુનિયને આશ્રય કરે નહિ. આ હકીક્તને દાન પૂર્વક જણાવતાં કવિશ્રી કહે છે કે વૃદ્ધકર નામને યક્ષ વિનયને ત્યાગ કરવાથી આર્ય ખપટાચાર્ય વડે શિક્ષાને પામે. તેથી તે યક્ષ છતાં પણ પરાભવનું સ્થાન બન્યું. વળી નમુચિ