________________
શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ:
૩પ. કરવા માટે સંઘે ગુરૂને બેલાવ્યા. આચાર્ય પણ ગુપ્ત રીતે
ત્યાં આવ્યા. આકાશ માર્ગે ભિક્ષા લઈને આવતાં પાત્રની વચમાં આચાર્યે એક શિલા વિકવી. તેની સાથે અથડાઈને તે સઘળાં પાત્ર ફૂટી ગયા. ગુરૂને આવેલા જાણુને ભાણેજ નાસી ગયે. પછી બુદ્ધના સ્થાનમાં આવીને તેમણે બુદ્ધને આ પ્રમાણે કહ્યું. અહીં આવેલા અમને વંદન કરે. તે સાંભળી બુદ્ધ પ્રતિમા ઉઠીને ગુરૂના ચરણમાં આળોટવા લાગી. ગુરૂએ વિસર્જન કરેલી તે સ્વસ્થાને ગઈ એ પ્રમાણે મુકત નામને સ્તુપ પણ આવ્યા અને જા એમ કહેવાથી નમ્ર થઈને ગયે. આ પ્રમાણે જિનશાસનની પ્રભાવના કરી ગુરૂ સ્વર્ગે ગયા. કહેવાને સાર એ છે કે દેવ છતાં પણ દુર્વિનયથી તે નિન્દાને પામ્યા તે મનુષ્યનું તે શું કહેવું? માટે હે. શિષ્ય! અવિનયરૂપી વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાંખવું જોઈએ.
|ઇતિ વૃદ્ધકર યક્ષ કથાનક છે
છે નમુ ચ પ્રધાનની કથા છે - હસ્તિનાગપુર નામના નગરમાં પડ્યોત્તર નામે રાજાને જાલા નામે રાણી હતી તેને વિકુમાર નામે મેટે પુત્ર અને બીજે ચૌદ સ્વપ્નથી ચક્રવર્તિપણાને જણાવતા મહાપદ્ધ નામે નાના પુત્ર હતું. મોટા પુત્રે પિતાએ આપ્યા છતાં રાજ્ય ગ્રહણ ન કર્યું, તેથી પિતાએ નાના પુત્રને યુવરાજ પદવી આપી. આ તરફ સુવ્રતાચાર્ય અવન્તી નગરીએ ગયા. તેમને વંદન કરવાને ધર્મિષ્ટ રાજા પરિવાર સાથે ગયો.