________________
૩૭૬
શ્રીવિજયપદ્યસૂરિકૃતઆવ્યો ત્યારે તેણે તેને પડે અને કાષ્ઠ માત્ર એટલે એકલું લાકડું જ રહેલું જોયું. આ જોઈને રાજાને વૈરાગ્યભાવના જાગી. તેણે વિચાર્યું કે આંખને આનંદ આપનાર જે શોભા સવારમાં જોવાય છે તે સાંજે નાશ પામી જાય છે તેવી રીતે રૂપ, લાવણ્ય, ધન, ધાન્યાદિક મેઘ ધનુષ્યની જેમ નાશવંત છે. આ પ્રમાણે અનિત્ય ભાવના ભાવતાં તેને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી રાજ્યને ત્યાગ કર્યો, અને દેવતાએ આપેલે સાધુ વેષ ગ્રહણ કરીને પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા.
છે ઈતિ દ્વિમુખની કથા છે
નમિ રાજર્ષિની કથા વિદેહ નામે દેશમાં મિથિલા નામની નગરીમાં નમિ નામે રાજા ન્યાયથી રાજ્ય કરતા હતા. રાજ્યનું પાલન કરતા તે રાજાને એક વખતે અશાતા વેદનીયને ઉદય થવાથી શરીરે દાહવરની ઉત્પત્તિ થઈ. સર્વે વૈદ્યોએ અનેક પ્રકારે ચિકિત્સા કર્યા છતાં તેમને દાહજવર જરા પણ શાંત થતું નથી. આ પ્રમાણે પીડા પામતાં તેમના છ મહિના પસાર થયા. એક વખતે વૈદ્યના કહેવાથી શણુઓ ચન્દન ઘસતી હતી. તે વખતે હાથમાં પહેરેલા કંકણે પરસ્પર અથડાવાથી તેને ધવનિ રાજાના કાનને અપ્રિય લાગે છે તેથી રાણીઓએ બીજા કંકણે કાઢી નાખીને એક એક વલય રાખ્યું તેથી અવાજ બંધ થયે અને રાજાને શાંતિ લાગી. તેથી રાજાએ કહ્યું કે વલયને અવાજ કેમ સંભળાતે