________________
શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિર
૩૭૭
નથી. ત્યારે રાણીઓએ કહ્યું કે ઘણાં કંકણ સાથે હતા ત્યારે અવાજ થતો હતે. હવે બીજાં કંકણ કાઢીને એકજ રાખ્યું છે તેથી અવાજ બંધ થયો છે. આ સાંભળીને નમિ રાજા વિચારવા લાગ્યા કે જ્યાં સુધી બધુ પુત્ર વગેરેને ઘણે પરિગ્રહ હોય ત્યાં સુધી પ્રાણીઓને આ ભવમાં દુઃખ થાય. આ પ્રમાણે વિચારતાં વેદનીયને ક્ષપશમ થવાથી તેને નિદ્રા આવી ગઈ ઊંઘમાં તેને સ્વપ્ન આવ્યું કે પોતે સુવ
ચલના મસ્તક ઉપર વેત હાથી ઉપર બેઠે છે. ત્યાર પછી તે જાગ્યા ત્યારે વિચારવા લાગ્યા કે આ પર્વત મેં પહેલાં જે છે. આવા વિચારથી તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વ ભવમાં પુત્તર વિમાનમાં ઉત્તમ દેવ હતા તે વખતે જિનેશ્વરને સ્નાત્ર મહોત્સવ કરવાને મેરૂ પર્વત ઉપર ગયા હતા તે વખતે આ મેરૂ પર્વત તેમણે જે હતું. ત્યાર પછી દેવતાએ આપેલે વૈષ પહેરીને તેમણે રાજ્યને ત્યાગ કર્યો. તેથી મિથિલા નગરીમાં માટે કોલાહલ થયો. તે વખતે ઈન્દ્ર બ્રાહ્મણના રૂપે આવીને નમિ રાજર્ષિની અનેક રીતે પરીક્ષા કરી પરંતુ તેમને દઢ જોઈને ઈન્દ્ર પ્રસન્ન થઈને પિતાનું રૂપ પ્રગટ કર્યું અને નમિ રાજર્ષિની દઢતાની પ્રશંસા કરી. નમિ રાજવિએ પ્રત્યેકબુદ્ધ થઈને અન્યત્ર વહાર કર્યો.
| ઈતિ નમિ કથ છે