________________
૩૭૮
શ્રીવિજયપારિકૃત
=
=
=
છે નિર્ગત કથા છે
ગાન્ધાર દેશમાં પુરૂષોત્તમપુર નામે નગરમાં નિર્ગત નામે રાજા હતા. ન્યાયથી પ્રજાનું પાલન કરતા તેમને કેટલેક કાળ ગયે. એક વખતે વસંત તુ આવે કે કીડા કરવાને નગર બહાર જતાં મનહર આમ્રવૃક્ષ જે. મંજરીઓના ભારથી તે નમી રહ્યો હતો. રાજાએ સુંઘવાને માટે તેમાંથી એક મંજરી ગ્રહણ કરી. ત્યાર પછી તે રાજાની પાછળ આવતા દરેક દરેક માણસે પણ મંજરી ગ્રહણ કરી. મંજરીઓ થઈ રહી ત્યારે તેનાં પાંદડાં ગ્રહણ કર્યો. આમ થવાથી તે આંબા ઉપર એક પણ પાંદડું કે મંજરી રહી નહિ. ફક્ત ડાળાંજ બાકી રહ્યા, તેથી થોડી જ વારમાં તે અબે ઝાંખરા જેવો થઈ ગયે. હવે વનમાં કીડા કરીને રાજા પાછો ફર્યો ત્યારે તે આબે નહિ જેવાથી આબે કયાં છે એમ પૂછયું. ત્યારે નજીક રહેલા કેઈકે કહ્યું કે આ સામે એકલાં ડાળાંવાળે દેખાય છે તેજ એ આંબે છે. રાજાએ એટલી વારમાં આંબા આવો કેમ થઈ ગયે એ પ્રમાણે પૂછ્યું? ત્યારે લોકોએ બધી હકીકત રાજાને જણાવી. આ સાંભળી રાજાને વૈરાગ્ય ભાવના ઉત્પન્ન થઈ. દેવે આપેલ સાધુ વેષ ગ્રહણ કરીને પ્રત્યેક બુદ્ધપણે વિહાર કરવા લાગ્યા.
છે ઈતિ નિત કથા
અવતરણ –એ પ્રમાણે ૩૯ મું વૈરાગ્યદ્વાર કહીને હવે ઉદેશના ક્રમ પ્રમાણે ચાલીસમું દાનદ્વાર કહે છે –