________________
૩૭૪
શ્રી વિજય વસૂરિકૃત– છે કરકંડુની કથા છે ચંપા નગરીના દધિવાહન રાજાની પદ્માવતી નામે રાણને કરકંડુ નામે પુત્ર હતું. તે ગર્ભમાં હતું તે વખતે રાણીને હાથી ઉપર બેસવાનો દેહદ ઉપજવાથી રાજા તથા રાણું હાથી ઉપર બેસીને નીકળ્યા. તેવામાં હાથી ઉન્મત્ત થઈને અવળે માર્ગે ચાલ્યો. રસ્તામાં વડનું ઝાડ આવતું જેઈને રાજાએ રાણીને તે પકડી લેવાનું કહ્યું. હાથી વડ નીચે આવ્યું ત્યારે રાજાએ તે વડની ડાળી પકડી લીધી પરંતુ રાણીથી તે પકડાઈ નહિ. એટલે રાજા અને રાણુને વિગ થયે. હાથી રાણીને ઘણે દૂર લઈ ગયો. પછી સરેવરમાં પેઠે તે વખતે રાણી હાથી ઉપરથી ઉતરીને નજીકના તાપસના આશ્રમે જઈને રહી. ત્યાં ચોમાસું રહીને ત્યાંથી દન્તપુર તરફ ચાલી. રસ્તામાં તેણે પુત્રને જન્મ આપે. તે પુત્રને શમશાનને ચંડાલ પોતાને ઘેર લઈ ગયે. અને રાણીએ દીક્ષા લીધી. ચંડાલે તેને ઉછેરીને માટે કર્યો. અનુક્રમે તે કાંચનપુરના રાજા થયે. પોતે રાજા થાય તો તેણે એક બ્રાહ્યણને એક ગામ આપવાનું કહ્યું હતું. કરકંડુ રાજા થવાથી તે બ્રાહ્મણે ચંપા નગરી નજીકના ગામની માગણી કરી. તેથી તેણે બ્રાહ્મણને લેખ લખીને ચંપા નગરીના દધિવાહન રાજા (જે કરકંડુને પિતા છે પરંતુ તે બને તે વાત જાણતા નથી) પાસે મોકલ્યું. રાજાએ ગામ આપવાની ના કહી. તેથી બંને યુદ્ધ માટે તૈયાર થયા. તે વખતે બંનેને વિગ્રહ કરતા રોકવાને સાધ્વી દધિવાહન પાસે ગયા અને બધો હેવાલ જણાવીને કહ્યું કે પિતા પુત્રને લડવું ઉચિત નથી.