________________
શ્રોકર્પરપ્રકરસ્પષ્ટાથદિ:
૩૭૩ પ્રીતિ છે. અથવા પાઠાન્તરમાં “અનન્તરિને બદલે
અનાદુર્મતિ” એવો પાઠ છે ત્યાં અનંતી દુર્મતિઓ જેમાં છે એવા આ સંસારમાં જન્મથી માંડીને મરણ પર્યત વૈરાગ્ય કેટલાકને છે. પરંતુ તે અવ્યક્ત હોય છે. પરંતુ હેતુઓ એટલે કારણે વિદ્યમાન હોય ત્યારે તે પ્રત્યેક બુદ્ધોની જેમ વ્યક્ત થાય છે એટલે પ્રગટ જણાય છે. જેઓને બાહ્ય પ્રકારને કે પદાર્થ જોઈને સંસાર ઉપર વૈરાગ્ય આવે છે તે પ્રત્યેક બુદ્ધ કહેવાય છે. જેમ કરઠંડુ વગેરે પ્રત્યેક બુદ્ધને બળદ વગેરે હેતુઓ મળવાથી તે વૈરાગ્ય પ્રગટ થયો. અહીં કેઈને એવી શંકા થાય કે જીવને જન્મથી માંડીને મરણ પર્યત જે વૈરાગ્ય છે તે તેઓ સરાગી કેમ જણાય છે અથવા અથપત્તિથી જણાય છે કે તે વૈરાગ્ય નથી. તેના જવાબમાં જણાવે છે કે તેમ નથી. કારણ કે તેમનામાં અવ્યક્તપણે વૈરાગ્ય રહેલો છે પરંતુ જે અવ્યકત હોય તે કાર્યમાં સમર્થ થતું નથી, તે દષ્ટાન્ત આપીને સમજાવે છે કે સૂર્યકાન્ત મણિમાં અગ્નિ કયા પુરૂષે જે છે અથવા તેમાં તે અવ્યક્તપણે રહેલે હેવાથી જણાતો નથી. તેવી જ રીતે ચન્દ્રકાન્ત મણિમાં પાણી કેણે જોયું છે, તેમજ સુવર્ણભૂમિમાં સેનું કોણે જોયું છે? અથવા જેમ તે વસ્તુઓ પ્રગટપણે જણાતી નથી. તે છતાં સૂર્ય, ચન્દ્ર અને અગ્નિના વેગથી કેઈપણ સ્થાનેથી આવે છે તેવી રીતે પ્રથમ અવ્યક્ત એ વૈરાગ્ય તે તે કારણે પ્રગટ થવાથી પ્રગટ થાય છે. આને ભાવાર્થ નીચેની પ્રત્યેક બુદ્ધની કથાએથી જાણવો. ૮૧