________________
શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ:
૩૭૧ તેમની દેવોએ પણ પ્રશંસા કરી. આ બાબતમાં ઉદાહરણ આપતાં કવિશ્રો જણાવે છે કે માંજવાથી સાફ જણાતા પિત્તળને વિષે કર્યો ડાહ્યો પુરૂષ આસક્ત થાય. અથવા જેણે સુવર્ણનું સ્વરૂપ જાણ્યું છે એટલે જે સુવર્ણને માંજવાની જરૂર પડતી નથી પરંતુ સ્વયં તેજવાળું હોય છે તેવા સુવર્ણને જાણ્યા પછી જ્યારે માં જે ત્યારે કાન્તિવાળું જણાય પણ પછી થોડી વારમાં જ ઝાંખું પડી જાય તેવા પિત્તળને વિષે ડાહ્યા પુરૂષને આસકિત થતી નથી. તેવી રીતે પિત્તળ સમાન આ શરીર છે જેને જ્યારે જ્યારે સાફ કરીએ ત્યારે ત્યારે કાતિવાળું જણાય, પણ પાછું થોડી વારમાં જ મલીન થઈ જાય; તેથી પિત્તળ સરખું આ શરીર છે એવું જાણીને જેણે સુવર્ણ સમાન કાન્તિવાળા આત્માનું સ્વરૂપ જાણ્યું છે તે પુરૂષ પિત્તળ સમાન શરીરમાં આસક્તિ ન જ રાખે એ હકીક્ત છે. એવું જાણુને શરીર ઉપરને મમત્વ ભાવ દૂર કરવાને યત્ન રાખે. ૮૦
સનસ્કુમારનું ચરિત્ર પ્રસિદ્ધ જેવું હોવાથી અને તેને લગભગ સાર સ્પાર્થમાં આવી જતો હોવાથી તેમની કથા જુદી જણાવી નથી.
અવતરણ–આ ગાથામાં પણ વૈરાગ્યને ઉપદેશ આપે છે –
( શસ્ત્રવિક્રીતિવૃત્ત| )
आजन्मान्तमनन्तदुर्मुदि (दुर्मति) भवे वैराग्यमस्त्येव तत् व्यक्तं हेतुषु सत्सु किंतु भवति प्रत्येकबुद्धेष्विव ।
૧૧
)
૧ ૨