________________
૩૭૦
શ્રીવિજયપક્વસૂરિકૃતવખતે ચક્રી સ્નાન કરતા હતા, તે છતાં તેમનું રૂપ જોઈને દેવે પણ વિસ્મય પામ્યા હતા. આવું અસાધારણ રૂપ છતાં પણ થોડી જ વારમાં તેમનું શરીર રેગવાળું થઈ ગયું અને સભામાં જઈને બેઠા ત્યારે તે દેવોએ પણ તેમનું રૂપ જોઈને મુખ મરડયું, તેથી રાગ્ય ભાવના જાગ્રત થઈ કે આવું સુંદર અને નીરોગી જણાતું શરીર પણ ડીજ વારમાં રેગવાળું થઈ જાય છે તે શરીરની શુશ્રષા કરવી નકામી છે. એવી ભાવનાથી પ્રેરાઈને તેમણે દીક્ષા લીધી અને અનેક પ્રકારનાં તપ કર્યો કે જેથી તેમને અનેક પ્રકારની લબ્ધિઓ ઉત્પન્ન થઈ જે લબ્ધિઓને લીધે તેમણે ધાર્યું હોત તે શરીરને રેગ રહિત બનાવ્યું હતું, પરંતુ શરીર પ્રત્યે એટલી બધી નિમ મત્વ ભાવના ઉત્પન્ન થઈ હતી કે જ્યારે ઈન્દ્ર મહારાજે દેવસભામાં તેમની વૈરાગ્ય ભાવનાની પ્રશંસા કરી ત્યારે તેજ બે દેવો ફરીથી તેમની પરીક્ષા કરવા આવ્યા. અને વિદ્યનું રૂપ ધારણ કરીને તેમની દવા કરી શરીર રેગ રહિત બનાવવાનું કહ્યું. પરંતુ ચક્રવતી એ કહ્યું કે આ શરીરને રેગ કાઢવાનું મુશ્કેલ નથી. અને તેની તમને ખાત્રી ન થતી હેય તો હું આ મારી એક આંગળીને રેગ રહિત કરી બતાવું છું. એમ કહીને થુંક ચેપડીને તે આંગળી સુવર્ણ સરખા વર્ણવાળી રેગરહિત કરી બતાવી. ત્યાર પછી દેને કહ્યું કે જે તમારામાં ભાવ રાગ (કર્મરૂપી રોગ) કાઢવાની શક્તિ હોય તો તે દૂર કરે. પરંતુ દેવાએ તે દૂર કરવાની પિતાની અશક્તિ જણાવી અને તેમની દઢતાનાં વખાણ કરી સ્વસ્થાને ગયા. આ પ્રમાણે જેમણે ચકવર્તીની ઋદ્ધિને ત્યાગ કર્યો અને શરીર ઉપર પણ મમત્વ રાખ્યું નહિ તો.