________________
શ્રીરપ્રકરસ્પષ્ટાથદિક
33 નામને પ્રધાન જે ઘણે દુનિયી બની ગયા હતા તે બ્રાહ્મણ છતાં પણ વિષ્ણુકુમાર રાજર્ષિથી મરણ પામીને શું નરક ગતિમાં ગયે નથી. ? ગમે છે જ, લેકમાં પણ કહેવાય છે કે ઉંચા વૃક્ષો નદીમાં પ્રવાહથી ફેંકી દેવાય છે. પરંતુ વેતસ એટલે નેતર નીચું હોય છે અને સહેજ નમેલું હોય છે તેને નદીને પ્રવાહ ઉખેડી શક્તા નથી. કહેવાને સાર એ છે કે મોટાં વૃક્ષો જેઓ ઉંચા હોય છે છતાં પણ નદીના પ્રવાહથી તેઓ ઉખડી પડે છે પરંતુ નેતર જે નમ્ર છે અથવા તે નીચું નમેલું છે તેને પવન કાંઈ અસર કરી શકતું નથી. માટે દુર્વિનય અથવા અવિનયનો ત્યાગ કરી દરેક જણે વિનયને આશ્રય કરવા જોઈએ. ૭૯
છે વૃદ્ધકર યક્ષની કથા છે
લાટ દેશમાં ભુગપુર નામના નગરમાં સર્વ વિદ્યામાં પ્રવીણ આર્ય ખપટાચાર્ય હતા. તેમને ભાણેજ વિનયશાળી બાળક છતાં બુદ્ધિશાળી હતો. તેણે એક વાર ગુરૂ પાસેથી વિદ્યા સાંભળીને વિદ્યાસિદ્ધ ગુરૂના વેગથી તે વિદ્યા સિદ્ધ કરી. આ તરફ ગુડશિસ્ત્ર નામના નગરમાં સાધુઓએ એક પરિવ્રાજકને વાદમાં પરાભવ કર્યો. મરણ પામીને તે ત્યાં વૃદ્ધકર નામે યક્ષ થયે પૂર્વના વૈરના સ્મરણથી તે સાધુઓને ભય પમાડતો હતો. તેથી સંઘે આર્ય ખપટાચાર્યને બોલાવ્યા. આચાર્ય થોડા પરીવાર સાથે ગુડશસ્ત્ર નગરે ગયા. સાધુઓને નગરમાં મેકલી નિશ્ચલ મનવાળા આચાર્ય પોતે સાંજે વૃદ્ધકરચક્ષના આશ્રમમાં રહ્યા. આચાર્ય તેના મસ્તક ઉપર બે પગ.