________________
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથાદિ:
૩૬g
મારે યજ્ઞ કરવા છે માટે કેટલાક દિવસ સુધી મને રાજ્ય સાંપા. સત્ય પ્રતિજ્ઞાવાળા રાજાએ તેને રાજ્ય સોંપ્યું.
પછી નમુચિએ સુત્રતાચાર્ય ને મેલાવીને કહ્યું કે તમે મારૂ રાજ્ય છેડીને સાત દિવસમાં ચાલ્યા જાઓ, નહિ તે બધાને હું મારી નાખીશ. આચાર્યે વસતિમાં જઈને સાધુઆને કહ્યુ કે હવે શુ કરવું. કાઈક સાધુએ કહ્યું કે ચક્રવતીના ભાઇ વિષ્ણુકુમાર મેટો લબ્ધિવાળા છે તે હાલમાં સુવર્ણગિરિને ( મેરૂ ) વિષે ચામાસુ` રહ્યા છે તેજ નમુચિને વશ કરવાને શક્તિમાન છે. આચાયે કહ્યું કે ચેાગ્ય છે. પરંતુ તેમને અહીં કાણું ખેલાવી લાવશે ? એક સાધુએ કહ્યું કે હું ત્યાં જઈ શકું છું. પરંતુ આવી શક્તા નથી સૂરિએ કહ્યું કે તેજ તમને પાછા લાવશે. તેથી તે સાધુ આકાશમાં ઉડીને ત્યાં ગયા અને વિષ્ણુકુમારને હકીકત કહી. તેથી ચામાસુ છતાં શાસનની ભાવી ઉન્નતિ થનાર જાણીને અને સંઘનું કાર્ય જાણીને તે મુનિને લઈ ને વિષ્ણુકુમાર સૂરિ પાસે આવ્યા. ત્યાંથી નમુચિ પાસે ગયા. એક નચિ વિના સઘળા રાજલેકે તેમને પ્રણામ કર્યા. પછી વિષ્ણુકુમારે નમુચિ પાસે જઇને કહ્યું કે આટલું ચામાસુ સાધુઓને અહી રહેવા દો. પછી તેઓ પોતાની મેળેજ અન્યત્ર વિહાર કરશે. ત્યારે નમુચિએ કહ્યું કે વાવિવાદનુ` કામ નથી, પરંતુ જો તેઓ અહીં રહેશે તા હું નક્કી તેમને મારીશ. તે વખતે અતિ કાપેલા વિષ્ણુકુમારે નચિને કહ્યું કે હું પાપી ! જ્ઞાન ધનવાળા સાધુઓને વિષે તું દુષ્ટપણું આચરે છે માટે તારા પ્રત્યે વિધિ પ્રતિકૂલ થયા છે. અમારે ઘણાની જરૂર નથી,