________________
૩૬૦
શ્રીવિજયપદ્મસુરિકૃતરાજ્ય ભાગ મેળવવાને આવ્યા પરંતુ પ્રભુએ દીક્ષા લીધી છે એમ જાણીને તેઓ ચિત્તમાં ખેદ પામ્યા. હજુ પણ આપણે પ્રભુની સેવા કરીને ઈચ્છિત મેળવીએ એવી આશાથી પ્રભુ પાસે આવીને પ્રભુની સેવા કરવા લાગ્યા. સવારમાં તેઓ પ્રભુના ચરણને પાણીથી સ્નાન કરતા અને પુષ્પ વગેરેથી પૂજા કરતા. અને વિનતિ કરતા કે હે પ્રભુ! અમને રાજ્યને ભાગ આપે. પરંતુ પ્રભુ તો કાંઈ જવાબ આપતા નથી. તે પણ તેઓ હંમેશાં પ્રભુને વિનય કરે છે.
એક વાર ધરણેન્દ્ર પ્રભુને વંદન કરવા આવ્યા. તે વખતે તે બંનેને પ્રભુની સેવા કરીને રાજ્યનો ભાગ માગતા જોઈને ધરણેન્દ્ર કહ્યું કે હવે તો પ્રભુએ સંસારને ત્યાગ કર્યો છે માટે રાજ્યને ભાગ આપવાને સમર્થ નથી. માટે તમે ભરત પાસે જાઓ તો તે તમને ભાગ આપશે. ત્યારે તેઓએ કહ્યું કે અમે ભારત પાસે માગીશું નહિ. પ્રભુની ભક્તિથી પ્રસન્ન થએલા ધરણેન્દ્ર કહ્યું કે હું પ્રભુને સેવક છું અને પ્રભુની સેવા નિષ્ફળ ન જાય એટલા માટે પાઠથી સિદ્ધ થાય એવી વિદ્યાઓ તમને આપું છું, એમ કહીને ગૌરી, ગાન્ધારી પ્રજ્ઞપ્તિ વગેરે વિદ્યાઓ તેમને આપી. અને કહ્યું કે તમે અને તમારાં માણસને લઈને જલદીથી વૈતાઢય પર્વત ઉપર જાઓ અને તેની દક્ષિણ તથા ઉત્તર શ્રેણિમાં નગરે સ્થાપીને રાજ્ય કરે. તેઓએ પણ તીર્થકર અને ધરણેન્દ્રને પ્રણામ કરીને એ પ્રમાણે કર્યું. તે વખતે ધરણેન્દ્ર જે વિદ્યાધરે જિનેશ્વરને, જિનચત્યને, કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા સાધુને પરાભવ કે ઉલ્લંઘન કરશે તેમજ પરગના સાથે