________________
૩૫૪
શ્રીવિજયપદ્રસૂરિકૃતસહાયથી રામ તથા લક્ષ્મણે લંકા ઉપર ચઢાઈ કરી. બિભિષણે રાવણને સીતા પાછી મેંપી દેવા રાવણને સમજાવ્યું. પરંતુ રાવણે તે વાત ગણકારી નહિ. છેવટે મેટી લડાઈ થઈ અને તેમાં અંતે રાવણ લક્ષમણને હાથે મરા. લંકાની ગાદી ઉપર બિભિષણને બેસાડીને રામ લક્ષમણ સીતાને લઈને પાછા આવ્યા. વનવાસની મુદત પુરી થવાથી તે બધા અયોધ્યા ગયા. ભરતે રામને રાજગાદી સેંપી દીધી. વગેરે હકીકત ઘણું જાણીતી હોવાથી અહીંઆ જણાવી નથી. રાજા રામે ત્યાર પછી લેકે ઉપર એવી નીતિપૂર્વક રાજ્ય કરવા માંડયું કે જેથી નીતિવાનેમાં રામ મુખ્ય ઉદાહરણ રૂપ થયા. અસતી છતાં રામે સીતાને આદર કર્યો એવી લેક્તિ સાંભળીને મારા રાજ્યમાં લગાર પણ અન્યાય નજ થવો જોઈએ એમ વિચારી સીતા પાસે દીવ્ય કરાવી પ્રજાને -તેના સતીપણુની ખાતરી કરાવી સીતાને આદર સત્કાર કર્યો. અહીં કહેવાને સાર એ છે કે સમુદ્રના પાણીને વિષે પત્થરે ડૂબવાને બદલે તર્યા અને જેને પૂલ બનાવીને રામ પિતાનું સૈન્ય લઈને લંકામાં ગયા, વાંદરાના સૈન્ય વડે રાક્ષસોના સૈન્યને ભગાડયું, તથા વાસુદેવ લક્ષમણે રાવણને નાશ કર્યો એ બધું રામના ન્યાયનું ફલ જાણવું. અને રાવણને નાશ થયે તે તેના અન્યાયનું ફળ જાણવું.
શ્રી રામચંદ્રજીના અપૂર્વ ન્યાય ગુણને લઈને જ લેકમાં ન્યાયી રાજાનું રાજ્ય “રામ રાજ્ય” કહેવાય છે. સીતાએ પહેલી દીક્ષા લીધી, તેની નિમલ સાધના કરી તે બારમા અશ્રુત દેવલોકમાં ઇંદ્રપણે ઉત્પન્ન થઈ. પછી અવસરે રામ