________________
શ્રીકરપ્રકરસ્પષ્ટાથીદિર
૩૫૩
શકાય છે. તેથી જ ન્યાયને પ્રજાના અનુરાગ રૂપી વ્રત અને દ્રવ્યના કારણ રૂપ કહેલ છે. એટલે પ્રજાના અનુરાગ રૂપ વ્રતની ઉત્પત્તિનું કારણ નય છે તેમજ દ્રવ્યની ઉત્પત્તિનું મૂલ કારણ પણ નયજ છે. માટે દ્રવ્ય પેદા કરવાની ઈચ્છાવાળા ભવ્ય જીએ પણ ન્યાયનું પાલન કરવું જોઈએ. આ બાબતમાં દષ્ટાંત આપતાં જણાવે છે કે ઘણી મુશીબતે મળી શકે તેવા દક્ષિણાવર્ત શંખનું વિધિ પૂર્વક પૂજન કરવાથી મનના બધા મને રથ ફળે છે. તે મેળવીને તેને કેણ ફેગટ ગુમાવે? અથવા કોઈ પણ તેને ગુમાવે જ નહિ. તેવી જ રીતે કાળી ચિત્રાવેલ અથવા ચિત્રાવલ્લી કે જેનામાં એવી શક્તિ છે કે તેના(કાળી ચિત્રાવેલ) ઉપર મૂકેલ ઘીના ઘડામાંથી ગમે તેટલું ઘી કાઢવામાં આવે, તે પણ તે ઘડો ભરેલોને ભરેલો જ રહે. આવી તે ચિત્રાવેલ મેળવીને તેને કયે સમજુ માણસ ફેગટ ગુમાવે? અર્થાત્ કઈ પણ નજ ગુમાવે. કહેવાને સાર એ છે કે આવી કિંમતી વસ્તુઓ મેળવીને તેને ફેગટ ત્યાગ કરનાર માણસ જેમ મૂર્ખ કહેવાય તેમ જેઓ ન્યાયને ત્યાગ કરે છે તેઓ પણ તેના જેવાજ મૂર્ખ સમજવી. ૭૬
રામચંદ્રની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી–
અયોધ્યા નગરીમાં દશરથ રાજાને રામ, લક્ષમણ, ભરત, અને શત્રુના નામે ચાર પુત્ર હતા. તેમાં રામચંદ્રને ગાદી મળવાના પ્રસંગે વનમાં જવું પડયું અને તેમની સાથે લક્ષમણ તથા રામચંદ્રની પત્ની સીતા ગયા. તેમજ રાવણે સીતાનું હરણ કર્યું, હનુમાન તથા સુગ્રીવ વગેરેની ૨૩