________________
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથાદિક
૩૫૧
દધિપણે રાજાને ત્યાં રહ્યો. બટુકે નલરાજાને પણ શોધી કાઢો. પરંતુ તેનું રૂપ કુબડું થઈ ગયું હોવાથી તેની તેને ખાત્રી થતી નહતી. આ વાત જાણીને ભીમ રાજાએ ફરીથી દમયન્તીને ખાટા સ્વયંવર માંડયા. ત્યાં નલ રાજા આવે છે છેવટે તે પિતાનું યથાર્થ સ્વરૂપ જણાવે છે. આ સંબંધની વાર્તા ઘણું લાંબી છે. અહીં તે ટુંક બીના જણાવી છે. છેવટે નળ દમયંતીને મેળાપ થાય છે. દધિપણુ રાજા પાસેથી નલ છૂત કીડામાં હુંશીયાર થએલ છે. ત્યાર પછી નાના ભાઈ કુબેરની સાથે ફરીથી જુગાર રમ્યું. તેમાં કુબેર હારી ગયે તેમ છતાં નળ તેને પહેલાનું યુવરાજપદ આપે, છે. ત્યાર પછી સુખ પૂર્વક રાજ્ય કરતાં નળ રાજાને કેટલેક કાળ ગયે. નલના પિતા જે દેવ થયા છે તેમણે નલરાજાને કહ્યું કે હવે તમારે દીક્ષા લેવાને શુભ અવસર આવ્યા છે. તેવામાં ત્યાં શ્રીજિનસેનસૂરિ મહારાજ આવ્યા તેમની પાસેથી પોતાના પૂર્વ ભવનું સ્વરૂપ જાણું નલ રાજાએ તથા દમયંતીએ દીક્ષા લીધી. છેવટે બંને જણાં મરીને મહદ્ધિક દેવ થયા. જેમ શ્રીજિનેશ્વર દેવની પરમ ઉલ્લાસથી વિધિપૂર્વક પૂજા કરતાં નલ દમયંતીના વિને નાશ પામ્યા, ને સુખ સંપત્તિ પામ્યા, તેમ ભવ્ય જી પ્રભુ પૂજા કરતાં જરૂર મેક્ષના તથા સ્વર્ગના પણ સુખ પામે છે, પૂજા વિધિ વગેરે બીના શ્રીશ્રાવકધર્મ જાગરિકામાં વિસ્તારથી જણાવી છે, તે ત્યાંથી જાણી લેવી. પૂજાનું ઉંડું રહસ્ય વિચારતાં જણાય છે કે મનને સુધારવાનું અપૂર્વ સાધન પ્રભુ પૂજા વગેરે શુભ આલંબને છે. મન સુધરતાં શરીરને સુધરતાં વાર લાગતી જ નથી. એમ