________________
૩૪૯
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાર્યાદિ કુક્ષિમાં નલ નામે પુત્ર થયે. અને તેને કુબેર નામે નાને ભાઈ થયે. તેમજ દેવી હતી તે ત્યાંથી ઍવીને કુંડિન નગરમાં ભીમ રાજાની રાણી પુષ્પદન્તીની કુક્ષિથી દમયન્તી નામે પુત્રી થઈ.
યેગ્ય વખતે ભીમ રાજાએ દમયન્તીને સ્વયંવર કર્યો. તેમાં દમયન્તીએ નલ રાજાને વરમાલા પહેરાવી. ત્યાર પછી કેટલાક વખત સુધી નલ રાજાએ સુખે રાજ્ય કર્યું તથા દુશમન શાઓને જીતીને રાજ્યને વિસ્તાર કર્યો. લેકની ઘણી પ્રીતિ મેળવી. પરંતુ નલ રાજામાં એક મોટું દૂષણ હતું. તે એ કે તેમને જુગાર રમવાની લત લાગી હતી. નાના ભાઈ કુબેરની સાથે વારંવાર જુગાર રમે છે. દુષ્ટ આશચવાળા કુબેરે નલ રાજાને જુગારમાં હરાવીને બધું રાજ્ય જીતી લીધું. ત્યારે નળરાજા અને દમયન્તી લેકને રૂદન કરતા મૂકીને રાજ્ય છોડીને રથમાં બેસીને નીકળ્યાં. દમયન્તીના પિતાને ઘેર જતાં રસ્તામાં ભયંકર અટવી આવી. ત્યાં સિંહ વાઘ વગેરે ભયંકર પ્રાણીઓ હતાં તથા ભિલ્લ લેકે એઠા થઈને નલ રાજા સામે લડવા આવ્યા. નલરાજા પણ રથમાંથી નીચે ઉતર્યો અને તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યું. તે વખતે તેમને રથ કેઈક ચોરી ગયું. નસીબ વાંકું હોય ત્યારે પરાક્રમ કાંઈ કામમાં આવતું નથી. ત્યાર પછી નલરાજા દમયન્તીને લઈને તે અટવીમાં ફરવા લાગ્યા. કમળપણને લીધે દમયન્તીને તથા નળરાજાને અહીં ઘણું દુ:ખ પડયું. ભૂખ તરસ વેઠવી પડી. પગમાં કાંટા કાંકરા વાગવા લાગ્યા. રાત પડી ત્યારે એક વડના ઝાડ નીચે સૂઈ