________________
૩૪૮
શ્રીવિજયપઘસૂરિકૃત
અન્તરાય રૂપ થયા છે. લઘુ કમી હોવાથી રાજાને રેષ ઉતરી ગયો. પછી બંને જણાએ મુનિને જિનેશ્વરને ધર્મ પૂછયે. અને મુનિને ભેજનાદિથી પ્રતિલાલ્યા. મુનિએ ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. શાસનદેવી તેમને ધર્મમાં સ્થિર કરવા માટે એકવાર અષ્ટાપદ પર્વત ઉપર લઈ ગયા. ત્યાં અરિહંતની પ્રતિમાઓ જોઈને વીરમતી ઘણે હર્ષ પામી. ત્યાં જિનબિંબને નમસ્કાર કરીને વીરમતીએ ઘેર આવી ચોવીશ જિનેવ પૈકી એક એક જિનવરને ઉદ્દેશીને વિસ વિસ આયંબિલ ક્ય. વળી અષ્ટાપદની ચોવીશ અરિહંતની પ્રતિમાના કપાળમાં સુવર્ણના તિલકે કરાવી તપનું ઉજમણું કર્યું. શ્રીજિનપૂજાદિ ધર્મનું પાલન કરતાં મરીને તે બંને પરસ્પર પ્રીતિવાળા દેવ દેવી થયા. ત્યાંથી આવીને મુગ્મણ રાજને જીવ પિતનપુર નગરમાં ધન નામે ભરવાડને પુત્ર થયો અને વીરમતી ધૂસરી નામની સ્ત્રી થઈ. એક વાર તે ધન ભરવાડ ભેંસને લઈને વનમાં ગયે. ત્યારે મૂશળધાર વરસાદ વરસવા માંડ. તેવામાં પ્રતિમા ધ્યાનમાં રહેલા અને વરસાદથી પીડાતા એક મુનિને જોયા. ધન - ભરવાડે તે વખતે મુનિના મસ્તક ઉપર છત્ર ધારણ કર્યું. વરસાદ બંધ પડી ત્યારે મુનિએ કાઉસગ્ગ પાર્યો. ધન ભરવાડે તેમને પ્રણામ કર્યો. ને તેણે તેમની પાસેથી ગૃહસ્થ ધર્મ ગ્રહણ કર્યો. તેની સ્ત્રીએ પણ તે ધર્મ ગ્રહણ કરી મુનિને પારણું કરાવ્યું. ત્યાર પછી યોગ્ય સમયે બંનેએ ચારિત્ર ગ્રહણ કર્યું. તે પાળીને હૈમવત ક્ષેત્રમાં બંને યુગલીયા થયા. ત્યાંથી મરીને બંને દેવ દેવી થયા, ત્યાંથી વીને દેવ કેશલ નગરીમાં નિષધ રાજાની રાણી સુન્દરીની