________________
૩૫૦
શ્રીવિજયપદ્યસૂરિકૃત
-
રહ્યા. અર્ધ રાત્રિએ સાસરાના ઘેર જવું ચગ્ય નથી એમ વિચારીને નળરાજા દમયન્તીને ત્યાગ કરીને ચાલી નીકળે. દમયન્તીના વસ્ત્રને છેડે લખ્યું હતું કે તારા પિયર તું મરજી મુજબ જજે. ને મારાથી ત્યાં આવી શકાય તેમ નથી. સવારમાં જાગેલી દમયન્તીએ નલરાજાને જે નહિ. પાણી વગેરે લેવા ગયા હશે એવી આશાથી રાહ જોવા લાગી. પરંતુ જ્યારે ઘણી વખત ગયે તે છતાં બલરાજા આવ્યા નહિ ત્યારે તેણીએ પણ મારે ત્યાગ કરીને ચાલ્યા ગયા છે એવું જાણીને ઘણે વિલાપ કર્યો. તેવામાં વસ્ત્રના છેડે લખેલા અક્ષર જેવાથી વાંચીને તેમાં લખ્યા પ્રમાણે પિતાના ઘર તરફના માર્ગે જવા લાગી. રસ્તામાં ઘણું ઘણું જાતનાં વિદ્યો આવ્યા પરંતુ તેમાંથી શીલના પ્રભાવથી તે સહીસલામત બચી જઈ છેવટે પોતાની માસીને ત્યાં આવી. ત્યાં દાસી તરીકે રહી. તેની માસીએ તેને નાની ઉંમરમાં જેએલ હોવાથી ઓળખી નહિ. ત્યાં કેટલેક વખત તે રહી. અવસરે ભીમ રાજાએ નલની હકીકત સાંભળી. નલ અને દમયન્તી જુગારમાં હારી જવાથી રાજ્ય છેડીને ચાલી નીકળ્યા છે, એવું જાણીને બટુકને તેની તપાસ કરવા મોકલ્યો. તે પણ ફરતે ફરતે જ્યાં દમયંતી છે ત્યાં આવ્યો અને દમયંતીને ઓળખીને સમાચાર પૂછયા. દમયંતીએ બધી હકીકત કહી. પછી પોતાની માસીની રજા લઈ દમયંતી પિતાને ઘેર પહોંચી. એ પ્રમાણે દમયંતીને ઘણા પ્રકારનાં દુ:ખ સહન કરવા પડયા. નલ રાજાએ રસ્તામાં દાવાનલ જે. તેમાંથી બળતા સપને કાઢયે. પણ સર્ષે તેને ડંખ માર્યો તેથી તેનું શરીર કુખડું થઈ ગયું. છેવટે નલરાજા