________________
ચોકપ્રપ્રકરસ્પષ્ટાદિ:
૩૫૭
પ્રહાર કરીને તે અનેને માર્યો. તેથી તે નાગકન્યા પેાતાના પતિ પાસે જઇને કહેવા લાગી કે હે દેવ ! આજે હું ઉઘાનમાં મરજી મુજમ ક્રીડા કરતી હતી તે વખતે બ્રહ્મદત્ત ચક્રવર્તી એ મને મારી. આ સાંભળીને રાષ ઉત્પન્ન થવાથી અન્ત:પુર સહિત ચક્રવતીને માળો નાખું એવું વિચારીને તે વીના મ્હેલમાં આવ્યા.
તે વખતે ચક્રવતીની સ્ત્રી એકાંતમાં ચઢીને પૂછે છે કે આજે ઉદ્યાનમાં ક્રીડા કરતાં તમે શું જોયું? ત્યારે ચક્રીએ કહ્યું કે ત્યાં મેં મનુષ્ય સાથે વિષયકીડા કરતી એક નાગકન્યા જોઈ. અને આ અનીતિ છે એમ વિચારીને તે અનેને શિક્ષા કરી. તે વખતે આ વાત ગુપ્ત રીતે સાંભળતા તે દેવે રાષ રહિત થઈ ને પ્રગટ થઈને કહ્યું કે હું પ્રસન્ન થયા છું માટે વરદાન માગ. ત્યારે ચક્રવર્તી એ કહ્યું કે હું નાગકુમારેન્દ્ર ! તમે તેા અધિજ્ઞાની છે. તેથી સઘળુ જાણા છે. માટે મારા ઉપર કૃપા કરીને મારા દેશમાં અન્યયિ કરનારા હાય એટલે પરસ્ત્રી લંપટપણું અને ચારી કરનારા જે હાય તેમને મારી આગળ પ્રગટ કરો એટલે હુ તેમને શિક્ષા કરૂં. તે દેવે પણ તે વાત અંગીકાર કરીને જેઆ અન્યાય કરનારા હતા તેને ચક્રવતી ની આગળ પ્રગટ કર્યા. ચક્રીએ પણ તેમને સજા કરી ન્યાયવંત બનાવ્યા. તેથી તેઓ સુખી થયા. તે પ્રમાણે ભવ્યજીવાએ ન્યાયધર્મ નું ચથા પાલન કરી માનવ જીવન જરૂર પવિત્ર મનાવવું. જેથી પરપરાએ મેાક્ષમાની નિર્દોષ આરાધના કરતાં તેઓ જરૂર સિદ્ધિના સુખ પામે.