________________
શ્રીકખૂરપ્રકરસ્પષ્ટાથદિ:
૩૪૭
જીનાં સંકટને નાશ થાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે. અહીં બે લૌકિક ઉદાહરણ આપે છે કે કલ્પવૃક્ષ દરિદ્ર માણસને શું ફળ આપતું નથી? અથવા કલ્પવૃક્ષ જેમ સુખી માણસને ફળ આપે છે તેમ દરિદ્ર માણસને પણ સુખ આપે છેજ. વળી શું ચંદ્ધમા ચકેર પક્ષીની તૃષાને દૂર નથી કરતો? અથવા ચંદ્રમા દરિદ્ર સમાન ચકેર પક્ષીની તૃષાને પણ દૂર કરે છેજ? માટે સંકટને દૂર કરીને સુખ આપનારી જિન પૂજા અવશ્ય કરવી જોઈએ. આ પ્રસંગે શાસ્ત્રોય દષ્ટાંત એ છે કે જિનેવરની ત્રિકરણ શુદ્ધિ વડે પૂજા કરવાથી જે નલરાજાની રાણી હતી અને જેને અનેક પ્રકારનાં સંકટ ભેગવવા પડયા છે, તે દમયંતીને સુખની પ્રાપ્તિ થઈ છે. ૫
છે દમયંતીની કથા અષ્ટાપદ પર્વતની પાસે સગર નામનું ગામ હતું. ત્યાં મુશ્મણ નામે રાજા અને તેની વીરમતી નામે પ્રિયા હતી. એક વાર શિકાર કરવાને સ્ત્રી સાથે તે પાપી રાજા નીકળે. તે વખતે મલથી ભીંજાએલ એક મુનિને સાથે (સમુદાય)ની સાથે આવતા જોઈને આ સાધુનું દર્શન મારા શીકાર કરવા જવામાં વિદ્મ રૂપ છે એવા વિચારથી સમુદાયમાંથી તે મુનિને ગળેથી પકડીને રાજમહેલમાં લઈ ગયે. પછી મુનિને પૂછ્યું કે તમે આ પ્રમાણે કયાંથી આવ્યા છે અને કયાં જાઓ છે? મુનિએ કહ્યું કે હિતક નગરથી સાથે સાથે હું નીકળે છું. અને અષ્ટાપદ પર્વત ઉપર જિનેધરોને વન્દન કરવા જતો હતો તેવામાં તમે બંને જણાએ મને પકડે. સાર્થથી છુટા પડેલે હું હવે ત્યાં કઈ રીતે જઈ શકીશ? માટે હે રાજાતમે મને ધર્મ કાર્યમાં