________________
શ્રીકખૂરપ્રકરસ્પષ્ટાદિક
૩૪૩
થઈ તે તું સાધુની સેવિકા કેવી રીતે સમર્થ થઈશ.” ત્યારે સુભદ્રાએ કહ્યું કે હે માતા! તમે સારું કહ્યું, પરંતુ મારી પણ પરીક્ષા થવી જોઈએ. એમ કહીને સુભદ્રાએ તાંતણે બાંધીને ચાલણી કૂવામાં નાખી. તેનાથી ખેંચતાં ચાલીમાંથી પાણીને કણ પણ પડયે નહિ. તેમજ પાણીના ભારથી ચાલણ પણ તૂટી નહિ. તેને તે પ્રભાવ જાણુને રાજાએ ત્યાં આવીને તેને નગરનાં બારણાં ઉઘાડવાનું કહ્યું. પછી ચલણમાં પાણી લઈને સુભદ્રા રાજા મંત્રી વગેરે સાથે નગરના પૂર્વ દરવાજે ગઈ. પંચ નમસ્કારનું સ્મરણ કરીને તે પાણીની ત્રણ અંજલિ કમાડ ઉપર છાંટી એટલે બારણાં તરત ઉઘડી ગયાં. તે વખતે દુન્દુભિને નાદ થયે. અને દેએ જય જય શબ્દ કર્યો. ત્યાર પછી તેણે દક્ષિણ અને પશ્ચિમના દરવાજે પણ પાણી છાંટીને ઉઘા. અને ઉત્તરના દરવાજે આવીને તેણીએ કહ્યું કે જે કઈ મહાસતી હશે તે કેઈક ઠેકાણેથી આવીને આ દ્વાર ઉઘાડશે. પણ કઈ સ્ત્રીએ ઉઘાડ નહી, તેથી તે ચંપા નગરને ઉત્તરને દરવાજે સુભદ્રાના શીલની સાક્ષી પૂરતો હાલ પણ બંધ જ છે. છેવટે રાજા પ્રજા વગેરે તે મહાસતી છે એવું કહી તેને નમીને સ્વસ્થાને ગયા. પશ્ચાત્તાપ કરતાં સાસુ સસરાએ પણ તેને ખમાવી. પતિએ પણ તેને ખમાવીને પ્રથમની જેમ તેના ઉપર પ્રીતિ રાખવા માંડી. અને જૈન ધર્મની પણ પ્રભાવના થઈ. આ પ્રમાણે જેણે કીર્તિ મેળવી તે સ્ત્રી જગતમાં પ્રશંસાપાત્ર કેમ ન થાય ?
અવતરણ –હવે છત્રીસમા જિનપૂજા દ્વારનું વર્ણન કરે છે –