________________
૩૪૨
શ્રીવિજ્યપધસૂરિકૃતરહેલી તેની આગળ તત્કાળ પ્રગટ થઈને શાસનદેવીએ કહ્યું કે હે પુત્રી ! તું હમણાં ખેદ કરીશ નહિ. તારા સત્વથી આવેલી હું તારું ઈષ્ટ કામ શું કરું? તે મને જણાવ.
તે વખતે સુભદ્રાએ દેવીને પ્રણામ કરીને કહ્યું કે આ શાસનનું કલંક દૂર કરો. ત્યારે દેવીએ કહ્યું કે હમણાં તું ધીરજ રાખ, સવારે તારે મનોરથ સિદ્ધ થશે. એમ કહી તે અદશ્ય થઈ એટલે સુભદ્રાએ કાઉસગ પાર્યો અને રાત્રી પૂરી કરી.
સવારે નગરના લેકેએ ઘણી મહેનત કરી તે પણ નગરના દરવાજા ઉઘડયા નહિ. તેથી વ્યાકુલ થએલા લેકેએ રાજાને તે વાત જણાવી. રાજા પવિત્ર થઈને હાથ જોડીને છે કે જે કઈ દેવ અથવા દાનવ મારી અવજ્ઞાથી, કપાયમાન થયા હોય તે હેમણે મારા ઉપર પ્રસન્ન થાઓ. આ પ્રમાણે રાજાએ કહ્યું ત્યારે આકાશવાણી થઈ કે આ નગરમાં જે કઈ સતી સ્ત્રી હોય તે કાચા તાંતણે ચાલણી બાંધીને કુવામાંથી પાણી કાઢીને દરવાજાની ઉપર ત્રણ અંજલિ છાંટે, તો બારણાં ઉઘડશે. આ સાંભળીને નગરની ઘણી સ્ત્રીઓ દરવાજા ઉઘાડવા આવી. પરંતુ તાંતણાથી ચાલણું બાંધીને કૂવામાંથી પાણી કાઢવાને કઈ પણ સ્ત્રી શક્તિમાન થઈ નહિ. તે વખતે સુભદ્રાએ પિતાની સાસુ પાસે આવીને કહ્યું કે હું પણ હમણાં જઈને જેઉં માટે મને રજા આપે. ત્યારે સાસુએ આક્ષેપ પૂર્વક કહ્યું કે “તારૂં સતીપણું અમે તે જાણેલું છે, હવે નગરના લોકોને જણાવ. કોઈ મહા સતી નગરનું દ્વાર ઉઘાડવાને સમર્થન