________________
૩૪૦
શ્રીવિજયપક્વસૂરિકૃત
=
એ દરવાજો ઉઘાડે એમ કહી ચેાથો દરવાજો ઉઘાડ હેતો તે દરવાજો બીજા કેઈથી ઉઘડ પણ નહી જ. આવી નિર્મલ શીલવંતી સુભદ્રાની આગળ ગંગા નદીની સમાનતા કેવી રીતે કરી શકાય? કારણ કે ગંગા નદીએ તો હજારે પ્રવાહ વડે લેકેને હર્ષ પમાડયું હતું. અને સુભદ્રા શ્રાવિકાએ તો ત્રણ અંજલિ વડે લેકેને સંતેષ પમાડયો હતે. ૭૩
છે સુભદ્રા શ્રાવિકાની કથા .
ચમ્પા નગરીમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. તે નગરીમાં જિનદત્ત નામે અરિહંતને પરમ ભક્ત શેઠ હતા. તેને સુભદ્રા નામની શીલ ગુણવાળી પુત્રી હતી. એક વાર બુદ્ધના ભક્ત બુદ્ધદાસ નામે શેઠે તેને જોઈ અને તેના ઉપર રાગવાળ થવાથી તેણે જિનદત્ત પાસે સુભદ્રાની માગણી કરી. પરંતુ જુદા ધર્મવાળા તેને જિનદત્ત સુભદ્રા આપી નહિ. તેથી તેણે કપટથી શ્રાવકપણું અંગીકાર કર્યું. તેથી સાધર્મિક ગણુને જિનદત્ત પ્રસન્ન મનથી સુભદ્રાને તેની સાથે વિવાહ કર્યો. કેટલાક દિવસ પછી બુદ્ધદાસે સુભદ્રાને પિતાને ઘેર મોકલવાને જિનદત્તને કહ્યું. ત્યારે જિનદત્તે કહ્યું કે તમે સારું કહ્યું, પરંતુ તમારા માબાપ એને વિષે દ્વેષ ધારણ કરે છે. ત્યારે બુદ્ધદરને ફરીથી કહ્યું કે જે હું તેને જુદા ઘરમાં રાખીશ. તે તેઓ તેને દેષ આપવાને કેવી રીતે સમથે થશે? તેથી જિનદત્તે સુભદ્રાને મોકલી અને બુદ્ધદત્ત પોતાના ઘરની પાડેશમાં ઘર રાખીને તેને ત્યાં રાખી.