________________
૩૩૮
શ્રીવિજયસૂરિકૃત
શેરડીના રસવડે પારણું કરાવ્યું. એક હજાર વર્ષો સુધી છદ્મસ્થ ભાવે વિચરીને પુરિમતાલ નગરને વિષે આવ્યા. ત્યાં પ્રભુને કેવલજ્ઞાન થયું. દેવોએ સમવસરણની સ્થના કરી. પ્રભુ સમવસરણમાં બેસીને મધુર વાણીથી ઉપદેશ દેવા લાગ્યા. તે વખતે મરૂદેવી માતા પિતાના પુત્ર દીક્ષા લીધા પછી હંમેશાં તેમની ચિંતા કરતા હતા અને તેથી તેમની આંખે પડળ આવ્યા હતા. ને તે ભરત ચકીને વારંવાર કહેતા હતા કે તે માટે ચકવતી છે છતાં તારા પિતાની ખબર લેતે નથી. તેમને ટાઢ તડકે સહન કરવું પડે છે, વગેરે દુખે ચકવતીની આગળ જણાવતાં હતાં. તેથી દાદીમાને હાથી ઉપર બેસાડીને પ્રભુની ઋદ્ધિ દેખાડવાને માટે ભરત ચક્રવતી પ્રભુને વંદન કરવા નીકળ્યા. સસરણ નજીક આવતાં મરૂદેવી માતા પ્રભુની અદ્ધિ જોઈને હર્ષ પામીને મેહ દશાને વિચારીને શુકલ ધ્યાન ઉપર આરૂઢ થઈને હાથી ઉપર બેઠા બેઠા જ કેવલજ્ઞાન પામી અંતગડ કેવલી થઈને મેક્ષે ગયા. આ મરૂદેવી માતાએ અષભદેવ જેવા પુત્રને જન્મ આપ્યું. અને જે નષભદેવથો ભરત ચક્રવર્તી ઉત્પન્ન થયા તે મરૂદેવી માતા સ્ત્રી છતાં પણ જેમ પૂજનીય થયા તેમ બીજી સ્ત્રીઓ પણ પૂજનીય બને છે. " અવતરણ–ચાલુ શ્રાવિકા ક્ષેત્રની વિશેષ બીના જણાવે છે –
(વસંતરિસ્ટનાઘુત્તમ્ ) या श्राविकाऽप्यपलशीलपवित्रिताङ्गी,
सा इलाध्यते त्रिभुवनेऽपि यथा सुभद्रा ।