________________
શ્રીકર્ષરપ્રકરસ્પષ્ટાથદિ:
૩૩૭
શ્રીકાન્તાએ નાભિ નામે પુત્ર અને મરૂદેવી નામે પુત્રીને જન્મ આપે. આ યુગલનું પાંચસે ધનુષ્યથી કાંઈક અધિક ઉંચું શરીર હતું.
હવે વજનાભને જીવ દેવલેકનું આયુષ્ય પૂર્ણ કરી ભરૂદેવાની કુક્ષિમાં ઉત્પન્ન થયે. તે વખતે મરૂદેવા માતાએ સ્વપ્નમાં ચૌદ મોટાં સ્વપ્રો જોયાં. તે સમયે નારકીઓ પણ થોડી વાર સુખ પામ્યા. પૂર્ણ કાલે પુત્રને જન્મ આપે. સ્વમમાં પ્રથમ વૃષભ જે હતો તેથી વૃષભદેવ એવું નાભિરાજાએ નામ પાડયું. દેવોએ પ્રભુને સ્નાત્ર મહોત્સવ કર્યો. યૌવન વય પામ્યા ત્યારે સુનંદા અને સુમંગલા નામે બે કન્યાઓ પરણ્યા. સુનંદાએ ભારત અને બ્રાહ્મી નામે યુગલને તથા સુમંગલાએ બાહુબલી અને સુન્દરી નામે યુગલને જન્મ આપે. ત્યાર પછી વિનીતા નગરીની સ્થાપના કરીને ઈન્દ્ર મહારાજે પ્રભુને રાજ્યાભિષેક કર્યો. શ્રીષભદેવે લોકોને બધા પ્રકારના વ્યવહારે તથા નીતિઓ શીખવી. ત્યાર પછી પ્રભુએ ઘણુ વખત સુધી રાજ્ય ભેગવ્યું.
દીક્ષા લેવાને અવસર આવ્યું ત્યારે લોકાન્તિક દેએ પ્રભુને વિનતિ કરી કે હવે દીક્ષા લેવાને અવસર થયો છે. ત્યાર પછી પ્રભુએ એક વર્ષ સંવત્સરી દાન દઈને પંચમુષ્ટિ લેચ કરીને દીક્ષા લીધી. ત્યારે ભરતકુમાર રાજા થયા. એક વર્ષ સુધી પ્રભુ નિરાહાર રહ્યા કારણ કે યુગલિઆ પ્રભુને શું ખપે તે બાબતમાં અજાણ હતા. છેવટે પ્રભુ ગજપુર નામે નગરમાં ગયા, ત્યાં બાહુબલિના પૌત્ર અને જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વ ભવની બીના જાણનાર શ્રેયાંસકુમારે પ્રભુને