________________
૩૩૬
શ્રીવિજયપદ્યસૂરિકૃતસ્વામિની સમાન છે કે સ્ત્રી ભૂતકાળમાં થઈ નથી અને થવાની પણ નથી. કારણકે તેમના પુત્ર શ્રીષભદેવ પ્રથમ તીર્થકર થયા છે. વળી તેમના પૌત્ર એટલે રાષભદેવના પુત્ર શ્રી ભરત ચક્રવતી થયા છે જે બંને સર્વ વિશ્વને પૂજવા લાયક થયા છે. વળી જે મરૂદેવા માતા પિતાના પુત્રની પહેલાં જ શિવપુર પ્રત્યે પ્રસ્થાન કરનારા થયા. તે જાણે પિતાના પુત્રને મળનારી મેક્ષ રૂપી વહુને પ્રથમ જેવાને માટેજ જાણે ગયા ન હોય અથવા પોતાના પુત્રને માટે પ્રથમથી જગ્યા કરવાને માટે જાણે અગાઉથી ગયા હોય તેવા જણાય છે. ઉર
એ મરૂદેવી માતાની કથા છે ગંગા અને સિંધુ નદીના વચ્ચેના પ્રદેશમાં ત્રીજા આરાના છેવટના ભાગમાં વિમલવાહન નામે પ્રથમ કુલકર થયા. તેમણે હકાર નીતિ યુગલિયાઓને શીખવી. તેમની પ્રિયાએ છ માસ આયુષ્ય બાકી રહ્યું ત્યારે ચક્ષુષ્પદ નામે બાલક અને ચન્દ્રકાન્તા નામે બાલીકાને ( યુગલીયાને) જન્મ આપે. તેમણે પણ અંતે યશસ્વી નામે પુત્ર અને સ્વરુપિકા નામે પુત્રીને યુગલિકપણે જન્મ આપે. આ યશસ્વી કુલકરે હકાર અને મકાર એમ બે નીતિથી કલહ કરતા યુગલિઆઓને સમજાવ્યા. તેમને અભિચન્દ્ર નામે પુત્ર અને પ્રતિરુપિકા નામે પુત્રી થઈ. આ અભિચન્દ્રને તેની પ્રિયાથી પ્રસેનજિત નામે પુત્ર અને ચક્ષુષ્કતા નામે પુત્રી થઈ. અધિક કલહ કરતા યુગલિઆઓને આ પ્રસેનજિત કુલકરે હકાર મકાર અને ધિક્કાર એમ ત્રણ નીતિથી સમજાવ્યા. પ્રસેનજિતને મેરૂદેવ નામે પુત્ર અને શ્રીકાન્તિકા નામે પુત્રી થઈ. આ