________________
શ્રીકપુરપ્રકરસ્પષ્ટાથદિઃ
૩૩૧.
. શ્લોકા – એક સરખા ધર્મને લઈને (સાધર્મિકપણથી) સાધુની સારી ઉપાસના કરનારા શ્રાવકે શ્રાવકોને તે બહુમાન્ય હોય જ. પરંતુ કેઈક વખત તેઓ (શ્રાવકે) સ્પૃહા રહિત સાધુઓને પણ રેગ નાશ કરનાર ઉપસર્ગહર તેત્રના દાનથી શ્રીભદ્રબાહુવામીની પેઠે ગૌરવના સ્થાનરૂપ થાય છે, દકાન્ત કહે છે કે ચંદ્ર સૂર્ય અને મેઘની જેમ ઉત્તમ પુરૂમાં વિશ્વને ઉપકાર કરવાનું વ્રત સ્વાભાવિક હોય છે. ૭૧
પબ્દાર્થ –પૃહા રહિત એવા સાધુઓને પણ સુશ્રાવકે ગૌરવના સ્થાન રૂપ થાય છે. તે વાત જણાવતાં કવિરાજ કહે છે કે શ્રાવકેટને સાધુઓની સારી ભક્તિ કરનારા એવા ઉત્તમ શ્રાવકે તે સાધર્મિકપણાથી બહુ માનવા લાયક થાય છે જ, પરંતુ તેઓ (ઉત્તમ શ્રાવક) પૃહા એટલે કોઈ પ્રકારની ઈચ્છા વિનાના સાધુઓને પણ ગૌરવના સ્થાન રૂપ થાય છે. ઉદાહરણ આપતાં જણાવે છે કે જેમ રેગને નાશ કરનાર એવું શ્રી પાર્શ્વનાથનું ઉવસગ્ગહર નામનું સ્તોત્ર આપીને દાન વડે શ્રીભદ્રબાહુ સ્વામીએ શ્રાવકેનું ગૌરવ સાચવ્યું. આ બાબતમાં શંકા થાય કે સ્પૃહા રહિત એવા સાધુઓ શ્રાવકેને શા માટે બહુ આદર ભાવ આપે છે? તેના જવાબમાં જણાવે છે કે ઉત્તમ પુરૂષ સ્વભાવે જ જગતના જીવની ઉપર ઉપકાર કરે છે. જેમ ચંદ્રનું સૂર્યનું તથા મેઘનું વિશ્વને ઉપકાર કરવાપણું સ્વાભાવિક છે તેવી રીતે ઉત્તમ પુરૂષે પણ સ્વભાવે જ ઉપકારકરવામાં તત્પર હોય છે. ૭૧