________________
શ્રીકપુરપ્રકરસ્પષ્ટાથદિ:
૩૨૯
થયા છે માટે હું આજે તેમનું આતિથ્ય કરું. તેથી એક હજાર ગાડાં સુંદર મેદથી ભરીને તે લઈને જિનેશ્વરને નમવાને ભરત ગયા. પ્રભુને નમીને કહ્યું કે હે સ્વામિન્ ! આપને વિનંતિ કરું છું કે પરિવાર સાથે આપ આ મેદકને હોરે. (ગ્રહણ કરે) તે વખતે પ્રભુએ કહ્યું કે અમારે બધાંને ઘણું દેષ યુકત આ મદકે ગ્રહણ કરવા ઉચીત નથી. ત્યારે ભરતે કહ્યું કે આ અચિત્ત મેદકે સાધુઓને કેમ વહેરાય નહીં? ત્યારે પ્રભુએ કહ્યું કે આ માદકે આધાકમી દેષવાળા છે. કારણ કે સાધુઓને ઉદેશીને જે કરેલું હોય તે તેમને અકથ્ય છે. વળી જે અન્નાદિક સાધુઓના સન્મુખ લાવવામાં આવેલું હોય તે અભ્યાહત દેષવાળું બને છે. તેથી પણ આ સામે લાવેલા મોદક સાધુઓને કલ્પ નહિ. વળી અનાદિક ચાર વસ્ત્ર, પાત્ર વગેરે આઠ પ્રકારને રાજપિંડ સાધુઓને કલ્પત નથી. માટે આધાકર્માદિક દેષવાળા આ મોદક વિષની જેમ સાધુઓને કપે નહિ.
આ સાંભળીને ભરત ચક્રવર્તીને ઘણે પશ્ચાત્તાપ થયે. તે વખતે પ્રભુએ કહ્યું કે હે ભરત! ખેદ કરે નહિ. કારણ કે અરિહંત પ્રથમ પાત્ર છે, સુસાધુઓ બીજું પાત્ર છે અને ત્રીજું પાત્ર દેશવિરતિ શ્રાવકે છે. માટે અણુવ્રતધારી શ્રાવકેની તમે ભકિત કરે. કારણ કે તેથી આ સંસાર સમુદ્ર પણ ચુળ જેવો થાય છે. પ્રભુના આ વચનથી હર્ષિત થઈને ભરતચકી ઘેર ગયા અને સઘળા શ્રાવકને પિતાને ઘેર જમવાનું છે એ પટહ વગડાવ્યું. તે વખતે હજુ અને જડ એવા સઘળા લેક નિમંત્રણ વિના પણ તેમના