________________
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાર્ટાદિક
- ૩૭
સર્વ સાધમિક તણી ભકિત ભરત ચકી કરે, તે સુણીને હાલના પણ શ્રાવકે તે નિત કરે; પણ “શકિતને અનુસાર ભકિત એ વચન ના
વિસ્મરે, ભરત મેઘ સમા હતા ને રેંટ સમ શ્રાવક ખરે. ૧ સર્વ પૃથ્વી તૃપ્ત કરતે મેઘ ખેતર માત્રને, રેટ કરતો તૃત ધરજે ચિત્તમાં દૃષ્ટાંતને; જિન નામને બંધાવતી શુભભકિત સાધર્મિકતણી, સાધમિની ભકિતએલે બહુ પુષ્ટિ સાતે ક્ષેત્રની ૨
લેકાર્થ –ભરત ચક્રવર્તી એ સઘળાં સાધર્મિકની પૂજા–ભક્તિ કરી તેમના અનુમાને (છો) તમે (શ્રાવકે) પણ કલ્યાણને માટે આ બાબતમાં ઉદ્યમ કરે. જે મેઘ સઘળી પૃથ્વીને વસ કરે છે તે રંટ શું ક્ષેત્ર માત્રને સુમ કરતું નથી ? ૭૦
સ્પષ્ટાર્થ –હવે કવિરાજ સાત ક્ષેત્ર માંહેના છઠ્ઠા શ્રાવક ક્ષેત્રની પણ ભક્તિ કરવી જોઈએ તે જણાવતાં કહે છે કે જેમ ભરત ચક્રવર્તીએ સઘળા સાર્ધાર્મિકની ભક્તિ કરી તેમ તમે પણ હે શ્રાવક! સાધર્મિક બંધુઓની ભક્તિ કરે. સમાન ધર્મ પાળનારા તે સાધર્મિક અથવા શાવર્ક જાણવા. તેમની ભકિત ભરત ચક્રવતી જેવાઓએ પણ કરી છે તો શ્રાવકે! તમે પણ તેમની ભકિત કરે. કારણ કે સઘળી સગાઈઓમાં સાધર્મિકની સગાઈ મેટી કહેલી છે,