________________
શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ:
અને કાંઈક જાણકાર છે. ત્યારે તેણે માતાને અહંકાર પૂર્વક કહ્યું કે જગતમાં તેવું કોઈ શાસ્ત્ર નથી જે હું જાણતા નથી. તે પણ મારી એવી પ્રતિજ્ઞા છે કે જેનું કહેલું વચન હું સારી રીતે યથાર્થ જાણું નહિ તેને હું શિષ્ય થઈશ. - હવે ચાકીની નામે મહત્તરા (અગ્રેસર) સાધ્વી વિહાર કરતા ત્યાં પરિવાર સાથે આવ્યા. તેમણે એક વખતે ઉપાશ્રયમાં ઘણુ સાધ્વીના પરિવાર સાથે સંગ્રહ સૂત્રનું અધ્યયન કરવા માંડ્યું. તેમાં પાઠ કરતાં અનુક્રમે “ દાં हषीकेशपञ्चकं चक्रिपश्चकम् । हरिश्चक्री हरिश्चक्री द्विचर्चाकરિ”િ આ સંસ્કૃત છાયાવાળી પ્રાકૃત ગાથાને પાઠ ચાલતું હતું તે વખતે માર્ગમાં જતા બ્રાહ્મણ હરિભદ્રે આ ગાથા સાંભળી. અને ચિત્તમાં તેને અર્થ વિચાર્યું. પ્રાકૃતને અભ્યાસ નહિ કરેલ હોવાથી તે આ પ્રાકૃત ગાથાને અર્થ સમજ્યા નહિ. તેથી પૂછ્યું કે હે સાધ્વી! આ બહુ ચાકચિક્ય શું કરાય છે? ત્યારે યાકિની મહત્તરાએ કહ્યું કે નવા જાણકાર એવા તમને ચાકચિક્ય બહુ હેય. આ પ્રમાણે લજ્જાથી તેમણે સાધ્વીના ચરણકમલને આશ્રય કર્યો. અને કહ્યું કે હે સાધ્યો! આજથી તમે મારા ગુરૂ છે. ત્યાર પછી ચાકિની મહત્તરાએ પણ પોતાના ગુરૂ શ્રીજિનભટ્ટ નામના આચાર્ય મહારાજ પાસે તે હરિભક્તને દીક્ષા અપાવી. ત્યાર પછી ગુરૂની પાસે રહેલા શ્રીહરિભદ્ર મુનિએ ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તન કરીને ગુરૂને રંજિત કર્યા. આચાર્ય મહારાજે પણુ હરિભદ્રને પોતે જાણતા હતા તે બધા શાસ્ત્રો શીખવ્યા. તેથી તેમને વિષે તે મૃત ઘણું શોભાને પામ્યું. તે વખતે