________________
૩૨૪ .
શ્રીવિજયપદ્યસૂરિકૃત
ધણીની માને ધણી હોવાથી તે મારે સસરો છે. ૫. મારૂં તેની સાથે લગ્ન થએલું હોવાથી તે મારે ઘણું છે. ૬. મારી શક્યને પુત્ર હોવાથી તે મારે પણ પુત્ર છે.
આ પ્રમાણે અઢાર સંબંધ (નાતરું)ને જણાવતું ગીત તે કુબેરદત્તા વારંવાર ગાવા લાગી તેથી કુબેરદત્ત તે વેશ્યાને પૂછવા લાગે કે આ શું છે. તેણીએ કહ્યું કે હું જાણતી નથી ત્યારે તેઓએ સાધ્વીને પૂછયું કે તમે આવું અસંબદ્ધ શું બોલો છો ? ત્યારે તે સાધ્વીએ મૂળથી માંડીને સઘળી હકીકત જણાવી. તે સાંભળીને સંસારથી વૈરાગ્ય પામેલા કુબેરદત્તે દીક્ષા લીધી. કુબેરદત્તા પણ લાંબે વખત સંયમ પાળીને સ્વર્ગ ગઈ. આ પ્રમાણે જે પિતાના પતિને પણ બંધ પમાડે તે સાધ્વી ભવ્ય જીને ભક્તિ કરવા ગ્ય કેમ ન થાય?
થાય જ.
છે ઈતિ કુબેરદત્તા સાથ્વીની ક્યા છે
- આ યાકિની મહત્તરાની કથા છે
શ્રીનલપુર નામનું નગર હતું. ત્યાં હરિભદ્ર નામે બ્રાહ્મણ રહેતો હતો. તે સર્વ બ્રાહ્મણોમાં અગ્રેસર હતું. તે આન્ધીક્ષિકાદિક વિદ્યાઓને નિરંતર પાઠ કરીને કેટલાક વાદીએને જીતવાથી અભિમાની થયે હતો. અને પિતાની આગળ જગતને તૃણ સમાન ગણતા હતે. વીતરાગ મતને માનનારી તેમની માતાએ કહ્યું કે હે વત્સ! અહંકાર કરો એગ્ય નથી. કારણ કે તું ગણિપિટક એટલે બાર અંગે જાણતા નથી