________________
. ૩૨૮
શ્રીવિજયસૂરિકૃત
તે વાત બરાબર છે. કારણ કે તે સાધર્મિક બંધુ ધર્મ સાધથામાં પ્રેરણું વગેરેમાં કારણભૂત થાય છે, અહીં એવી શંકા થાય કે ભરત ચક્રવર્તી પાસે તે નવ નિધાને હતા તથા ચૌદ રત્ન હતા. અને દેવતાઓ પણ તેમની પાસે સેવામાં હતા. માટે તેઓ તે સઘળા સાધર્મિકની ભક્તિ કરે પરંતુ હાલના શ્રાવકે તેમના જેવી શક્તિવાળા નથી, તેથી તેઓ શી રીતે બધા સાધમિકેની ભક્તિ કરી શકે? તેના જવાબમાં કવિરાજ દષ્ટાન્ત આપવા પૂર્વક જણાવે છે કે વાત સાચી છે, તે છતાં સાધર્મિકની ભક્તિ પોતાની શકિત પ્રમાણે પણ જરૂર કરવી જોઈએ. કદાચ બધા સાધમિકેની ભક્તિ ન બની શકે તે પણ પોતાની જેટલી શક્તિ હોય તે પ્રમાણે તે તે કરી શકાય છે. કારણ કે મેઘ વરસીને સઘળી પૃથ્વીને ભીંજવીને તૃપ્ત કરે છે તે રેહેંટ એક ખેતરને પણ તૃપ્ત કરી શકે છે. એટલે તમારાથી બધા સાધમિકેની ભકિત કદાચ ન બની શકે તે પણ જેટલા સાધર્મિકની ભક્તિ બની શકે તેટલાની તે જરૂર કરવી જ જોઈએ. ૭૦
છે ભરત ચકીની કથા છે * અધ્યા નગરીમાં ભરત ચક્રવતી રાજ્ય કરતા હતા. એક વખતે પ્રભુ શ્રીકાષભદેવ વિહાર કરતા ૮૪ ગણુધરે સાથે અયોધ્યાના ઉદ્યાનમાં સમેસર્યા. તે વાત વનપાલે ચકીને જણાવી. હર્ષિત થએલા ચકીએ તેને સાડા બાર ક્રિોડ સેનૈયા આપ્યા. ત્યાર પછી ભરત ચક્રવર્તીએ વિચાર કર્યો કે આજે સ્વામી પોતાના પરિવાર સાથે મારા અતિથિ
વિત થએલા રત ચક્રવતી
અતિથિ