________________
શ્રીÍરપ્રકરસ્પષ્ટથીદિઃ
૩૩૩
સભામાં રાજાની આગળ કહ્યું કે બાવન પલના પ્રમાણુવાળે. મત્સ્ય આ કુંડમાં પડશે. ત્યારે શ્રીભદ્રબાહુ સ્વામીએ કહ્યું કે કુંડની બહાર પડશે. તે વાત તેમજ બની એટલે કુંડની બહાર મત્સ્ય પડયો તેથી રાજાએ તેની અવજ્ઞા કરી. કારણકે નિર્ભાગી જ્યાં જાય ત્યાં આપત્તિનું સ્થાન થાય છે. એક વાર રાજાને ત્યાં પુત્ર જન્મ થયો ત્યારે વરાહે તેનું સે વર્ષનું આયુષ્ય કહ્યું, પરંતુ ભદ્રબાહુએ કહ્યું કે બાલકનું સાતમે દિવસે બિડાલાના પડવાથી મૃત્યુ થશે. આ વાત સાંભળીને જ્યાં બિલાડાની ગબ્ધ પણ ન હોય ત્યાં આ બાલકને મૂકું એમ વિચારી મહેલના સાતમા માળને વિષે-- તેને રાખે. સાતમે દિવસે તેના ઉપર અર્ગલા (ભેગળ) પડવાથી તે બાળક મરણ પામ્યા. આથી રાજાએ ગુરૂ પાસે આવીને કહ્યું કે તે બાળક સાતમે દિવસે મરણ પામે, પરંતુ તમારા કહેવા મુજબ બિલાડાથી તે મરણ પામ્યું નથી. ત્યારે સૂરિએ ચિત્રેલા બિલાડાવાળી તે ભુંગળ દેખાડીને રાજાને વિશ્વાસ પમાડે. આ પ્રમાણે શ્રીભદ્રબાહુ સ્વામી વડે વારંવાર પરાભવ પામેલે તે વરાહમિહિર દોષ રહિત સંઘ ઉપર દ્વેષ કરવા લાગ્યા.
હવે તે વરાહ કોલ કરીને મરણ પામીને વ્યન્તર થયે વિભંગ જ્ઞાનથી પૂર્વ જન્મનું સ્વરૂપ જાણીને તે શાસનના છિદ્ર શોધવા લાગે. સાધુઓ અપ્રમત્ત હોવાથી ત્યાં તેને હેરાન કરવાને લાગ મળે નહિ. પરંતુ પ્રમાદી શ્રાવકેમાં તેણે મરકીને ઉપદ્રવ કર્યો. શ્રાવકે એ પણ જાણ્યું કે આ ઉપદ્રવ શ્રીભદ્રબાહુ સ્વામી સિવાય કેણું ધર કરી શકે ?