________________
૧૭૪
શ્રીવિજપદ્મસૂરિષ્કૃત
જૂઠું મેલનારને ખરાબ ફળ અથવા દુર્ગતિ મળે છે માટે જૂઠું માલવાના ત્યાગ કરવા અને હંમેશાં સાચું ખેલવું. ૩૫ વસુ રાજાની કથા આ પ્રમાણે:—
શુક્તિમતી નામની નગરીમાં અભિચન્દ્ર નામના રાજાને વસુ નામે પુત્ર હતા. તે સત્યવાદી હતા. તે નગરીમાં ક્ષીર-કદમ્બક નામે પાઠક હતા, તેની આગળ વસુ પાઠકના પુત્ર પર્વત તથા નારદ એ ત્રણ સાથે અભ્યાસ કરતા હતા. ગુરૂ તેમને હંમેશાં ખંતથી ભણાવતા હતા.
એક વખત અગાસીમાં રાત્રે શુરૂ અભ્યાસ કરાવતા હતા, ત્યારે પાઠના શ્રમથી ત્રણે જણા ઉંઘી ગયા. અને ગુરૂ જાગતા હતા, તેવામાં આકાશ માર્ગે જતાં એ ચારણમુનિએ તેમને જોઈ ને પરસ્પર આ પ્રમાણે કહ્યુ કે આ ત્રણમાંથી એક સ્વર્ગમાં અને એ નરકમાં જશે. જાગતા ગુરૂએ આ વાત સાંભળો. ત્યારે તેમને શાક ગર્ભિત વિચાર આવ્યા કે મારી પાસે ભણનારા છતાં એ જણા નરકે જવાના છે.
2
ત્રણમાંથી સ્વર્ગમાં કાણુ જશે તે જાણવાને માટે ગુરૂએ બીજે દિવસે લેટના ત્રણ કુકડા મનાવીને તેમને આપીને જણાવ્યું કે આ કુકડાને જ્યાં કાઈ જોતું ન હેાય ત્યાં જઈ ને મારો. તે વખતે વસુ અને પર્વતેજંગલમાં જઈને એકાંતમાં કાઈ જોતું નથી તેથી તે કુકડાને માર્યો અને નારદે પણુ જંગલમાં જઈને વિચાર કર્યો કે ગુરૂએ કાઈ જોતું ન હાય ત્યાં જઈ ને મારવાનુ કહ્યું છે, પરંતુ ગમે ત્યાં જવા છતાં હું તે જોવાનાં. વળી જંગલમાં પશુ વગેરે તથા યાગીએ