________________
૨૦૪
શ્રીવિજયપત્રસૂરિકૃત૪ વાસ્તુ, ૫ રૂ૫, ૬ સુવર્ણ, ૭ કુપિત, (હલકી ધાતુ) ૮ બે પગવાળા (દાસ દાસી) ૯ ચાર પગવાળા (ગાય ભેંસ વગેરે) આ નવ જાતના પરિગ્રહનું પરિમાણ કરવું અથવા જેટલું બની શકે તેટલું ઓછું કરવું. હવે પરિગ્રહ પરિમાણનું સ્વરૂપ કહેતાં કવિરાજ જણાવે છે કે થોડું ધન હોય છતાં જે સર્વ મનુષ્યને ઉપકારી થતું હોય તે લોકમાં વખાણવા લાયક થાય છે. પરંતુ ઘણું ધન હોય છતાં પણ જે લેકેના ઉપકારમાં આવતું ન હોય તે ધન નંદ રાજાના ધનની જેમ વખાણવા લાયક થતું નથી. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે હિમારુચિ એટલે ચન્દ્ર જે નાને છે છતાં પણ સર્વ લોકોને શીતળતા આપે છે તે તે લેઓને પ્રીતિ ઉત્પન્ન કરનાર છે. પરંતુ હિમને સમુદાય ઘણે હોવા છતાં તે લેકેને ઉપકાર કરનાર ન હોવાથી તે પ્રીતિ કરનાર થતું નથી. તેવી જ રીતે બીજું દષ્ટાન્ત આપી સમજાવે છે કે જેમ મેઘ માને છે છતાં પણ તે લોકોને ઉપકારક થાય છે તેથી તેની પ્રીતિ માટે (લોકોને ખૂશ કરનારે) થાય છે. પરંતુ સમુદ્ર જેમાં ઘણું પાણી ભરેલું છે પરંતુ ખારું હોવાથી લોકોના પીવાના ઉપયોગમાં આવતું નથી તેથી તે લેકની પ્રોતિ માટે થતો નથી. તેજ પ્રમાણે
ડું ધન હોય પરંતુ લેકેના ઉપયોગમાં આવે તે વખાણવા લાયક છે. માટે ધનાદિકને માપ રહિત (હદ ઉપરાંત) સંગ્રહ ન કરતાં તેને સદુપયેગ કરવો જોઈએ. ૪૦
અહીં નંદ રાજાની કથા આ પ્રમાણે – પાટલીપુત્ર નામના નગરમાં ઉદાયન રાજાને તેના વેરી