________________
૨હ9 *
શ્રીકરપ્રકરસ્પષ્ટથદિ: ત્યાગ કર્યો નથી તેઓની શી ગતિ થાય છે ? તે કહે ત્યારે સ્વામીએ કહ્યું કે તેઓ સાતમી નરકે જાય છે. ફરીથી કૃણિક રાજાએ પૂછ્યું કે મારી શી ગતિ થશે? ત્યારે પ્રભુએ કહ્યું કે તમે છઠ્ઠી નરકમાં જશે. ત્યારે કૃણિકે કહ્યું કે હું સાતમી નરકમાં કેમ નહિ જાઉં ? ત્યારે પ્રભુએ કહ્યું કે તમે ચક્રવતી નથી. ચક્રવતી હોય તે સાતમી નરકે જાય. ત્યારે રાજાએ ફરીથી કહ્યું કે હું ચકવત કેમ ન કહેવાઉં? મારી પાસે પણ ચક્રવર્તી જેવી ચતુરંગી સેના છે. ત્યારે પ્રભુએ કહ્યું કે ચક્રવર્તીની પાસે ચક વગેરે ચૌદ રત્નો હોય છે તે એક પણ રત્ન વિના ચક્રવર્તી પણ કયાંથી. હોય? આ સાંભળીને અભિમાનરૂપી પર્વત ઉપર ચડેલા કૂણિકે લોઢાના એકેન્દ્રિય રને બનાવરાવ્યા. પદ્માવતીને સ્ત્રી રત્ન તથા હાથી વગેરેને હસ્તિ રત્ન તેણે કમ્યા. ત્યાર પછી ઉદ્ધત એ કેણિક રાજા ભરતખંડને જીતવા માટે નીકળે. અને વરદામ વગેરે દેવોને જીતીને વૈતાઢય પર્વ તની તમિસા ગુફા આગળ આવ્યો. અને ગુફાના દ્વારનાં કમાડેને તેણે દંડ વડે ત્રણ વખત ઠેકયાં. ત્યારે ગુફાના અધિષ્ઠાયક કૃતમાલ નામના દેવે કહ્યું કે મરવાની ઈચ્છાવાળે તું કોણ અહીં આવ્યું છે? ત્યારે તેણે કહ્યું કે હું અશોકચન્દ્ર નામે નવો ચકી ઉત્પન્ન થયે છું. ત્યારે દેવે કહ્યું કે બારે ચક્રવર્તીઓ આ પૃથ્વી ઉપર થઈ ગયા છે માટે અભિમાની એવો તું કોણ છે? ત્યારે કૃણિકે કહ્યું કે હું તેરમે ચકવર્તી મહાભાગ્યશાળી છું. ભાગ્યવાળાને દુર્લભ શું હોય? તું મારા બલને જાણતા નથી માટે ગુફાના દ્વારા ઉઘાડી નાખ, આ પ્રમાણે દેર્દવથી અસંબદ્ધ બોલતા તે.