________________
શ્રીÍરપ્રકરસ્પષ્ટાથદિર
૨૬૩ વેપારીઓને તેમનું માગેલું મૂલ્ય આપીને ભદ્રાએ બધી કંબલે ખરીદી લીધી. ભદ્રાએ બધી કામળે ખરીદી છે તેવું જાણીને ચેલ્લણ રાણીએ પોતાને માટે એક કામળ લાવી આપવાને શ્રેણિક રાજાને કહ્યું. રાજાએ તે લાવવાને પોતાના માણસને મે . ત્યારે ભદ્રાએ કહ્યું કે સોળ કંબલના બળે કકડા કરીને પિતાની વહુઓને પગ લુસવા માટે આપી દીધી છે. અને તેઓએ પગ લુસીને ખાળમાં નાખી દીધી છે, માટે જે તે જુનીની જરૂર હોય તે પૂછીને લઈ જાઓ. તેણે જઈને રાજાને કહ્યું, ત્યારે રાણીએ કહ્યું કે આપણામાં અને વણિકમાં કેટલો તફાવત છે? રાજાને શાલિભદ્રને જોવાની ઈચ્છા થવાથી માણસને શાલિભદ્રને બેલાવી લાવવા મેક
લ્યો ત્યારે ભદ્રાએ રાજાની પાસે જઈને કહ્યું કે મારે પુત્ર કદાપિ ઘર બહાર નીકળ્યો નથી માટે કૃપા કરીને મારા ઘેર પધારે. રાજાએ તે વાત અંગીકાર કરી. પછી રાજા શાલિભદ્રના ઘેર ગયા. ત્યાં દેવવિમાન સરખા ઘરની શોભા જોઈને રાજા ઘણે ચમત્કાર પામે. ભદ્રાએ સાતમે માળ જઈ શાલિભદ્રને આ પ્રમાણે કહ્યું. આપણું શ્રેણિક રાજા તને જેવાને આપણે ઘેર આવ્યા છે માટે તું નીચે ચાલ. ત્યારે શાલિભદ્રે કહ્યું કે હે માતા મારું શું કામ છે ? જે કિંમત બેસે તે આપીને ખરીદી લો. ત્યારે ભદ્રાએ કહ્યું કે આ કાંઈ ખરીદવાનું કરિયાણું નથી. પરંતુ આ તે આપણું તેમજ સર્વ લોકેના નાથ છે. તે સાંભળીને વિષાદથી પુત્રે વિચાર્યું કે આ સાંસારિક ઋદ્ધિને ધિક્કાર થાઓ કે મારે માથે પણ નાથ છે માટે મોટા ભેગે ભેગવવાથી શું? હું તે ચરમ જિનેશ્વર પાસે જઈને દીક્ષા લઈશ. જેથી મારે માથે કઈ