________________
૨૮૦
શ્રીવિજયપક્વસૂરિકૃત– ભવમાં ચારિત્ર લઈને તેની વિરાધના કરી હતી વગેરે બીના તેણે જાણી. અને તેથી તે પ્રતિમા તેમના અજ્ઞાન રૂપી અંધકારને નાશ કરનારી થઈ. નહિ તે મ્યુચ્છ દેશમાં જેમનો જન્મ થયે છે અને જે દેશમાં ધર્મ શબ્દ સંભળાતો. નથી એવા સ્થળમાં ઉત્પન્ન થએલા તેમણે તે મૂર્તિનાં દર્શન ન કર્યા હતા તે ધર્મ કેવી રીતે પામત? અથવા આદ્રકુમારને ધર્મની પ્રાપ્તિ થવામાં અરિહંત પ્રભુની મૂર્તિનું દર્શન મુખ્ય કારણ હતું. માટે જ કવિરાજ કહે છે કે ધાર્મિક પુરૂષ અરિહંતની પ્રતિમા બનાવીને પિતાને તેમજ પરને નિર્મલ બનાવે છે. અહીં શંકા થાય કે પ્રતિમા તેના બનાવનારને નિર્મલ બનાવે તે વાત સાચી પરંતુ તે બીજાને કેવી રીતે નિર્મલ બનાવે? આ બાબતમાં દષ્ટાન્ત આપે છે કે કલ્યાણ રૂપી લક્ષ્મીના કારણ રૂપ મંગલ દીપક કેના કેના હર્ષને પુષ્ટ કરતો નથી? અથવા દરેકના હર્ષને પુષ્ટ કરે છે. તેવી રીતે અરિહંતની પ્રતિમા પણ તેના બનાવનારને તથા અન્ય પૂજક દર્શક વગેરે ભવ્ય જીવોને પણ નિર્મલ બનાવે છે તે પ્રતિમાની પૂજા, વંદન વગેરે અવશ્ય કરવું જોઈએ ! આ બાબત અભયકુમાર મંત્રીશ્વર તથા આદ્રકુમારનું કથાનક પહેલાં જણાવ્યું છે ત્યાંથી જોઈ લેવું. ૫૯
અવતરણઃ—એ પ્રમાણે બિંબ દ્વાર કહીને હવે બીજા ક્ષેત્ર રૂપ ચેત્યદ્વાર કહે છે –
I વસતિવૃત્તમ્ | तीर्थ मुदे स्वपरयोरपि कीर्तिपाल
भूपालकारिततुरंगमबोधवत् स्यात् ॥