________________
શ્રીકરપ્રકરસ્પાર્યાદિ
૨૯૧
અભ્યાસ કર્યો. અભ્યાસ કરીને ઘેર આવ્યા ત્યારે નગરના લેકેએ તેમને માટે પ્રવેશ મહત્સવ કર્યો, પછી તેમણે જન સમુદાયને વિદાય કરી ઘરમાં આવીને પોતાની માતાને નમસ્કાર કર્યો. ત્યારે માતાને ઉદાસ જોઈને કહ્યું કે હે માતા! બધા લેકે મારા આવવાથી રાજી થયા છે ત્યારે તમે ઉદાસ કેમ છો ? ત્યારે માતાએ કહ્યું કે જે તે દષ્ટિવાદને અભ્યાસ કર્યો હોત તે તને આવેલો જોઈને મને ઘણે આનંદ થાત.
* માતાની વાત સાંભળી આર્યરક્ષિતે વિચાર્યું કે મારી -અભ્યાસથી જે કે સમસ્ત લેક સન્તોષ પામે, પણ જેથી મારી માતા જ સન્તોષ ન પામે તો તે અભ્યાસ શા કામને? હજુ પણ હું કાંઈ ભણું જેથી માતાને હર્ષ થાય. કારણ કે માતા સંતોષ પામે તે ત્રણ જગત સંતોષ પામેલું જ છે. તેથી તેમણે માતાને પૂછયું કે દષ્ટિવાદ કેણ ભણાવે છે તે કહે. ત્યારે તેણીએ કહ્યું કે તેના ભણવનાર સૂરિ મહારાજ તારા મામા અહીંજ વનમાં રહેલા છે.
ત્યાર પછી આરક્ષિત સવારમાં વહેલા દષ્ટિવાદ ભણવા સારૂ પિતાના ઘેરથી નીકળી ગયા. વનમાં જતાં તેમને મલવાને આતુર મિત્ર શેરડીના સાડા નવ સાંઠા લઈને આવતા સામે મળે. તેમણે તેને નેહથી ભેટીને પોતાને ઘેર મેક. મિત્રે ઘેર જઈને તે સાંઠા આર્ય રક્ષિતની માતાને આપ્યા. આથી માતાએ વિચાર્યું કે આ નિમિત્તથી સંભવ છે કે મારે પુત્ર સાડા નવ પૂર્વે ભણશે. આર્યરક્ષિત ઉદ્યાનમાં જઈ ગુરૂને વંદીને કહ્યું કે મને દષ્ટિવાદ ભણાવો. ત્યારે