________________
૨૦૮
શ્રીવિજયપદ્યસૂરિકૃતશ્રાવિકા ગણને પમાડે ધર્મ સાથ્વી વર્ગ એ, તાસ ભકિત સાધીએ તે મુકિતના સુખ પામીએ. ૨
- શ્લોકાર્થ –ધર્મ પુરૂષથી ઉત્પન્ન થએલો છે. તે વાત એમ જ છે એટલે આ વાત સાચી છે. છતાં સાધ્વી પણ પૂજ્ય છે. કારણ કે તેથી ધર્મ પ્રાપ્તિ અને ઉન્નતિ પૂર્વ કાલમાં થઈ છે. આ બાબતમાં દષ્ટાન્ત આપે છે કે બ્રાહ્મી બાહુબલિને મુક્તિ માટે, પૂષ્પચૂલા સાધ્વી અનિકાપુત્રને મુક્તિ માટે અને મૃગાવતી ચન્દનબાલાને મુકિત માટે શું નથી થઈ? અથવા તે થઈ છે. ૬૮.
સ્પષ્ટાર્થ –હવે કવિરાજ સાધ્વીઓ પણું વન્દન કરવા લાયક છે એ વાત જણાવતાં કહે છે કે જે કે ધર્મ પુરૂષથી ઉત્પન્ન થએલો છે. કારણ કે ધર્મની સ્થાપના કરનાર તીર્થકરે તથા ગણધરે પુરૂષ હોય છે એ વાત સાચી છે તે પણ સાધ્વીએ પૂજ્ય છે. કારણ કે તેમનાથી ઘણું ભવ્ય જીને ધર્મની પ્રાપ્તિ અને આત્માની ઉન્નતિ (કેવલજ્ઞાનની પ્રાપ્તિ વગેરે) પૂર્વકાળમાં થઈ છે. અહીં દષ્ટાન્ત જણાવે છે કે ભાષભદેવની પુત્રી બ્રાહ્મીએ દીક્ષા લીધી હતી. તે સાધ્વી બાહુબલિને મુક્તિ મેળવવામાં નિમિત્ત થઈ. હતી. કારણ કે બાહુબલિ જેમણે દીક્ષા લઈને કેવલજ્ઞાન પામવા માટે ઘોર તપશ્ચર્યા કરી છતાં કેવલજ્ઞાન ઉત્પન્ન ‘થતું નહોતું, કારણ કે તેમના મનમાં એવું અભિમાન હતું કે મારા નાના ભાઈઓએ મારી પહેલાં દીક્ષા લીધી છે તેમને પછીથી દીક્ષા લેનાર હું કેવી રીતે વંદન કરૂં. માટે જે